કોંગ્રેસના દિગજ્જ નેતા અહેમદ પટેલની પુત્રી ક્યારે આવશે રાજકારણમાં
કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલે અંકલેશ્વર બેઠક પર મતદાન કર્યા બાદ કહ્યું હતું કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે.અત્યારે ગુજરાતમાં સત્તા વિરોધી લહેર ચાલી રહી છે .લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જોકે લોકો મતદાન કરવાનું ટાળી રહ્યા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 87 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. એ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ભરૂચની અંકલેશ્વર બેઠક પર પહોંચી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે લોકો પરિવર્તન ઈચ્છે છે, પરંતુ વોટ આપવા નથી આવતા.
મત આપવા આવેલા મુમતાઝ પટેલે કહ્યું, “સત્તા વિરોધી લહેર ખૂબ જ વધારે છે. હું આશા રાખું છું કે લોકો ગ્રાઉન્ડ લેવલના સ્થાનિક મુદ્દાઓ પર મતદાન કરશે.” તેમણે કહ્યું કે સત્તા વિરોધી લહેર ખૂબ જ મજબૂત છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પરિવર્તન ઈચ્છે છે, પણ વોટ આપવા આવતા નથી.ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડવાને લઇ મુમતાજ પટેલે કહ્યું કહ્યું હતું કે અત્યારે હાલ રાજકારણને સમજી રહી છું .જયારે રાજકારણને બરાબર જઈશ ત્યારે લોકોની વચ્ચે જઈને કામ કરીશ.