પ્રથમવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ ફક્ત મોદી જ લાવ્યા છે
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.ન્ડ્ડાએ જનમેદની ને સંબોધતા કહ્યું હતું કે સંસ્કાર નગરી વડોદરામાં આવવાનો સૌભાગ્ય, પુણ્ય ભૂમિને નમન કરવાનો સૌભાગ્ય મને મળ્યો છેતેમણે વધુમાં કહ્યું હતું કે વિકાસની દ્રષ્ટિથી ગુજરાતે દેશ નહીં પણ દુનિયામાં સ્થાન સ્થાપિત કર્યું છે અને તેમાં પણ ગુજરાતના વિકાસની વાત કરીએ તો, જે પણ પક્ષો આવ્યા એમણે વોટબેન્કની રાજનીતિ કરી, પરતું દેશમાં ભાજપા છે, જેણે મોદીજીના નેતૃત્વમાં સબકા સાથ, સબકા વિશ્વાસની વાતો કરી અને ગુજરાતનો વિકાસ કર્યો. આદિવાસી ભાઈઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જે કર્યું એ આજ દિન સુધી કોઈ સરકારે નથી કર્યુ. ભારતના રાષ્ટ્રપતિ આદિવાસી હોય એવું વિચાર કેમ ન કોઈને ન આવ્યો કેમકે એમના વિચારો નીચા હતા. જ્યારે પ્રથમવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ લાવ્યા છે.