કેન્દ્રીય ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશ કેડર ના આઈએએસ અધિકારી અભિષેક સિંહ ને ચૂંટણી ની જવાબદારી માંથી મુક્ત કર્યા
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નિમણુંક કરવામાં આવેલ આઈ એ એસ અધિકારી અભિષેક સિંહને જવાબદારી માંથી મુક્ત કર્યા છે.. .
તેઓ વર્ષ 2011ની બેચના IAS અધિકારી છે.તેઓને ગુજરાતમાં બાપુનગર અને અસારવા વિધાનસભા વિસ્તારના સામાન્ય નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે પોતાના આદેશમાં અધિકારીને તાત્કાલીક ધોરણે પોતાનો મતવિસ્તાર છોડવા અને ઉપરી અધિકારીને રિપોર્ટ કરવા જણાવ્યું. નિરીક્ષક તરીકે તેમને આપેલી તમામ સરકારી સુવિધા પરત લઈ લેવામાં આવી છે.
તેમના દ્વારા ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર બાપુનગર અસારવામાં ચૂંટણીમાં સોંપાયેલ જવાબદારી ને પોસ્ટ કરાઈ હતી જેની કેન્દ્રીય ચૂંટણી પંચે ગંભીરતાથી લીધી હતી અને તેમને તાત્કાલિક ચૂંટણી ફરજ માંથી મુક્ત કરવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આદેશ કરતા મુક્ત કરી દેવાયા છે અને તેમને આપવામાં આવેલ તમામ સગવડો પરત લઇ લીધી છે