અલ્પેશ ઠાકોરને સાચાવવા વધુ એક કોંગ્રેસી ધારાસભ્યને ભાજપ આપી શકે છે ટીકીટ
ગુજરાત વિધાનસભા માટે ભાજપે 160 ઉમેદવારોની જાહેરાત કરી છે, ત્યારે ભાજપે રાજકીય રીતે અને વ્યુહાત્મક દૃષ્ટિએ 22 બેઠકોના ઉમેદવારોની જાહેરાત બાકી રાખી છે,ગુજરાત ભાજપ માટે કોંગ્રેસમાંથી આવેલા અને ભાજપાઇ બનેલા અલ્પેશ ઠાકોર ભાજપ માટે માથાનો દુખાવો બન્યા છે,સુત્રોની વાત સાચી માનીએ તો આ વખતે અલ્પેશ ઠાકોર ગુજરાત વિધાનસભામાં પહોચે તે માટે તેમને ભાજપ સલામત બેઠક પર ચૂંટણી લડાવવા માંગે છે,જેમાં ગાંધીનગર દક્ષિણ કલોલ અને રાધનપુર બેઠકોને લઇને વિચાર થઇ રહ્યો છે,જો કે ગાંધીનગર દક્ષિણ અને રાધનપુરમાં સ્થાનિક આગેવાનો દ્વારા વિરોધ કરાયો છે,ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય રધુદેસાઇને ભાજપમાં લાવીને અમદાવાદની વટવા વિધાનસભા બેઠક પરથી ભાજપ ચૂંટણી લડાવવા માટે તૈયારી કરી હોવાનુ સુત્રો કહી રહ્યા છે,જેથી અલ્પેશ માટે રાધનપુરથી ચૂંટણી જીતવી સરળ બની જાય,,
વટવા વિધાનસભા બેઠકના ઉમેદવારની પંસદગી ભાજપ માટે વધુ પેચીદી બની છે, વટવા વોર્ડના પુર્વ કોર્પોરેટર પારુલ પટેલ તેમના પતિ બન્નેએ દાવેદારી કરી છે,ત્યારે બીજી તરફ ગુજરાતની રાજનીતિમાં આમ તો બિલકુલ શક્ય નથી,ગુજરાત સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના નેતાએ અમરાઇવાડી વિધાનસભાના ધારાસભ્ય જગદીશ પટેલને વટવા વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપવા માટે કેન્દ્રિય નેતૃત્વ ઉપર દબાણ વધાર્યુ છે,જેને લઇને કેન્દ્રિય નેતૃત્વની અસમંજસતા વધી છે, ત્યારે કોના નસીબમાં ટિકીટ છે તે સમય બતાવશે,