આમ આદમી પાર્ટી
દરેક બેરોજગારને રોજગાર, બેરોજગારી ભથ્થુ, પરીક્ષા આપવા માટે મફ્ત બસ સેવા યુવાઓને મળશે,પેપરલીક વિરુદ્ધ કડક કાયદો બનશે: ગોપાલ ઇટાલિયા

આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સુરતના લિંબાયત, ચૌર્યાસીમાં આયોજીત રોડ શોમાં ભાગ લીધો.
‘આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરતના વરાછા વિસ્તારમાં એક વિશાળ જનસભામાં ભાગ લીધો.
ગોપાલ ઈટાલિયાના દરેક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો જાતે જ આવી રહ્યા છે.
આ વખતે ઝાડુથી કોંગ્રેસ ભાજપનો સફાયો થવાનો છે: ગોપાલ ઇટાલિયા
ચૂંટણી સમયે આપેલી ગેરેંટીઓ પૂરી કરવા માટે આમ આદમી પાર્ટી જાણીતી પાર્ટી છે: ગોપાલ ઈટાલિયા
આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જે બોલે છે તે કરીને બતાવે છે: ગોપાલ ઈટાલિયા
ગુજરાતમાં ‘આપ’ની સરકાર બન્યા બાદ ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ થશે, MSP મળશે, પાણી મળશે અને ખેતીવાડી માટે 12 કલાક વીજળી મળશે: ગોપાલ ઇટાલિયા
બાળકો માટે શાનદાર સરકારી શાળાઓ બનાવવામાં આવશે, ખાનગી શાળાઓમાં પણ ફી નિયંત્રણ માટે કાયદો રાખવામાં આવશે: ગોપાલ ઇટાલિયા
દરેક બેરોજગારને રોજગાર, બેરોજગારી ભથ્થુ, પરીક્ષા આપવા માટે મફ્ત બસ સેવા યુવાઓને મળશે,પેપરલીક વિરુદ્ધ કડક કાયદો બનશે: ગોપાલ ઇટાલિયા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તરત જ ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા
વેપારીઓને GST અને VAT ના પેન્ડિંગ રિફંડ મળશે. લાયસન્સ રાજ, રેડ રાજ અને હપ્તાખોરી બંધ કરીને ભયમુક્ત વાતાવરણ બનાવવામાં આવશે: ગોપાલ ઇટાલિયા
18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને ₹1000 સન્માન રાશિ આપવામાં આવશે: ગોપાલ ઇટાલિયા
લોકોને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે અને તમામ જૂના બિલ માફ કરવામાં આવશે: ગોપાલ ઇટાલિયા
ગુજરાતના દરેક વ્યક્તિને મફત સારવાર આપવામાં આવશે: ગોપાલ ઇટાલિયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફુંકાઈ ચુક્યું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચવા માટે તિરંગા યાત્રા, પરિવર્તન યાત્રા, ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન,પદયાત્રા અને રોડ શો કરી રહ્યા છે. આમ જનતા પણ આમ આદમી પાર્ટીની ગેરંટીથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીના રોડ શો માં જોડાઈને ભારે સમર્થન આપી રહી છે. સાથે સાથે દિલ્હી અને પંજાબમાં આપ દ્વારા કરેલા કામ જોઇને ગુજરાતમાં પણ આ બધા કામ થશે એવી આશા જનતાને જાગી છે. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજે સુરતના લિંબાયત અને ચોર્યાસીમાં રોડ શો કર્યો હતો. આ રોડ શો માં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો ઉમટી પડ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ રાત્રે સુરતના વરાછામાં જનસભા પણ કરી હતી.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા પછી આમ આદમી પાર્ટીને લઈને લોકોમાં એક જબરજસ્ત ઉત્સાહ અને જબરદસ્ત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તથા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી આખા ગુજરાતમાં રોડ શો અને પદયાત્રા દ્વારા જનસંપર્ક કરી રહ્યા છે. આ જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન લોકો સ્વયંભૂ રીતે હજારોની સંખ્યામાં સામેલ થઈ રહ્યા છે અને પરિવર્તનનો સંદેશ મજબૂત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ પણ ખૂબ જ મહેનત કરવામાં લાગી ગયા છે. અલગ અલગ વિધાનસભાઓમાં ડોર ટુ ડોર કેમ્પેનના માધ્યમથી, બસ કેમ્પેનના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીને લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
ગુજરાતમાં પરિવર્તનની લહેર પૂરજોશમાં ચાલી રહી છે. હવે ચૂંટણીમાં માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે પૂરા જોર સાથે આ ચૂંટણીમાં ઉતરી ચૂકી છે. ગુજરાતના લોકો દ્વારા પહેલાથી જ આમ આદમી પાર્ટીને જબરદસ્ત સમર્થન મળી રહ્યું હતું, પરંતુ બે દિવસ પહેલા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી, ત્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ચરમ પર પહોંચી ચૂકી છે. હવે ગુજરાતની જનતા ઇસુદાન ગઢવીને જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. અને આજે સામાન્ય કાર્યકર્તાથી લઈને પાર્ટીના સર્વોચ્ચ નેતા, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી સુધી દરેક જણ ગુજરાતની ચૂંટણીમાં દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આપેલી ગેરંટી વિશે જણાવતા ગોપાલ ઇટાલિાએ કહ્યું કે, યુવાઓ માટે 10 લાખ સરકારી નોકરીની ગેરંટી આપી છે અને નોકરી મળે નહીં ત્યાં સુધી દર મહિને રૂપિયા 3000 બેરોજગારી ભથ્થું મળશે, સરકારી પરીક્ષા આપવા જવા માટે બસ ભાડું મફત રહેશે, 80% પ્રાઇવેટ નોકરીઓ ગુજરાતના લોકો માટે અનામત રાખવામાં આવશે, પેપર લીક વિરુદ્ધ કડક કાયદો આવશે, IAS, IPS, એન્જિનિયરિંગ, મેડીકલમાં એડમિશન લેવા માંગતા યુવાઓ માટે ‘જય ભીમ યોજના’ લાગુ કરવામાં આવશે.
ભારતને આગળ વધારવા માટે દેશને શિક્ષિત બનાવવા માટે બાળકો માટે શાનદાર સરકારી શાળાઓ બનાવવામાં આવશે, ખાનગી શાળાઓમાં પણ ફી નિયંત્રણ માટે કાયદો રાખવામાં આવશે. કાચા કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. સફાઇકર્મીઓના પગાર વધારી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને તમને કાયમી નોકરી આપવામાં આવશે. મહિલાઓ માટે ખાસ ગેરંટી આપવામાં આવી છે, 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને ₹ 1000 સન્માન રાશિ આપવામાં આવશે.
ગુજરાતમાં લોકોને સારી સારવાર મળી રહે તેના માટે શાનદાર સરકારી હોસ્પિટલ બનાવવામાં આવશે તેની સાથે દરેક ગલી, દરેક ગામ, દરેક જિલ્લા, દરેક શહેરમાં મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે. ગુજરાતમાં 20 હજાર મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે. તમામ મેડિકલ સારવાર મફત કરાશે, તમામ દવાઓ, તમામ ટેસ્ટ, તમામ ઓપરેશન મફત થશે. લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે અને તમામ જૂના બિલ માફ કરવામાં આવશે.ભારત કૃષિ પ્રધાન દેશ છે પરંતુ આ દેશના ખેડૂતો ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેથી ખેડૂતો માટે પણ કેજરીવાલજીએ ખેડૂતો માટે પણ ગેરંટી આપી છે કે, ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ થશે, MSP મળશે, પાણી મળશે અને ખેતીવાડી માટે ઓછામાં ઓછા 12 કલાક વીજળી પણ મળશે. વેપારીઓને GST અને VAT ના પેન્ડિંગ રિફંડ મળશે. લાયસન્સ રાજ, રેડ રાજ અને હપ્તાખોરી બંધ કરીને ભયમુક્ત વાતાવરણ બનાવવામાં આવશે.
સમગ્ર ભારત દેશ એ ઉદાહરણ જાણે છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જે બોલે છે તે કરીને બતાવે છે. ફક્ત ચૂંટણી સમયે વાયદા કરવાના અને સાડા ચાર વર્ષ સુધી કોઈ કામ ન કરવું, ચૂંટણીના છેલ્લા મહિનામાં અવનવી જાહેરાતો કરીને જનતાને છેતરવાનું કામ આમ આદમી પાર્ટી કરતી નથી. આમ આદમી પાર્ટી ચૂંટણી દરમિયાન જે બોલે છે તે જીત્યા બાદ તરત જ અમલમાં મૂકવા માટે જાણીતી પાર્ટી છે. એ દ્રષ્ટિકોણથી આમ આદમી પાર્ટી માટે એક અલગ પ્રકારનો વિશ્વાસ જનતા ની અંદર છે.
અમદાવાદ
આમ આદમી પાર્ટીએ શેના પર ચિંતન કર્યું?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સામે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જુસ્સા અને જોમ સાથે 182 વિધાનસભા બેઠકો પર થી ચૂંટણી લડ્યા હતા જોકે આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો પ્રાપ્ત થઇ હતી ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધેલા જનાધાર અને પાર્ટીના હારના કારણોને લઇ ચર્ચા થઇ હતી.આગામી વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીની રણનીતિને લઇ બેઠક માં ચર્ચા થઇ હતીજેને લઇ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી ,ગોપાલ ઈટાલીયા ,કૈલાશદાન ગઢવી સહીત ના નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું.
આમ આદમી પાર્ટી
અરવિંદ કેજરીવાલે આપના એમ એલ એ ને શું ટાસ્ક આપ્યો ?

અરવિંદ કેજરીવાલેઆપણા એમ એલ એ ને શું ટાસ્ક આપ્યો ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો જીત્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો બીજેપીની ઓફરથી પ્રભાવિત થઈને જતા ના રહે તે માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમની સાથે બેઠક કરી ને લોભ લાલચમાં નહીં ફસાવવા માટે સૂચના આપી હતી એટલુંજ નહીં વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ કરવા અને પ્રજાલક્ષી પ્રશ્નો અને તેમના કામો કરવા માટે કહ્યું હતું..
આપ ના 5 ચૂંટાયેલા ધારાસભ્યએ કેવી રીતે કામ કરવું? એ બાબતે તાલીમ આપવામાં આવી હતી. 5 ધારાસભ્ય 3 દિવસ સુધી દિલ્હી ખાતે રહ્યા હતા
એ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તમામ ધારાસભ્યએ કેવી રીતે કામ કરવું એની તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત પંજાબ અને દિલ્હીના ચૂંટાયેલા ધારાસભ્યો કેવી રીતે કામ કરે છે એની માહિતી અપાઈ હતી. ગુજરાતમાં કયા કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જવાનું છે ? એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, રોજગાર જેવા મુદ્દાઓને ઉઠાવવા માટે સૂચના આપી હતી
દિલ્હી ખાતે યોજાયેલ ધારાસભ્યોની બેઠક ને લઇ એક ધારાસભ્યે કહ્યું હતું કે રાજયની તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનો પાર્ટીનો પ્લાન છે..એ માટે પાંચેય ધારાસભ્યોને કામે લાગી જવા માટે સૂચના આપી હતી
આમ આદમી પાર્ટી
આપ ના મુખ્યપ્રધાન ના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામ ખંભાળિયા થી ચૂંટણી લડશે

આપ ના મુખ્યપ્રધાન ના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામ ખંભાળિયા થી ચૂંટણી લડશે
આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળીયા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે તેની સત્તાવાર જાહેરાત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ થી કરી છે..ત્યારે હવે આ બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર વિક્રમ માડમ ,ભાજપ ના ઉમેદવાર મુળુભાઈ બેરાની વચ્ચે ત્રિકોણિયો જંગ ખેલાશે ત્યારે નોંધનીય છે કે આ બેઠક પર વિક્રમ માડમ ધારાસભ્ય છે ત્યારે જોવાનું છે આ બેઠક પર કયો બળિયો ચૂંટણી જીતવા માં સફળ થશે તે તો 8 ડિસેમ્બરના ઈવીએમ ખુલ્યા બાદ ખબર પડશે
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ