કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની ઘરવાપસી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે આજે આપ ગુજરાત દ્વારા CM ચહેરા તરીકે ઈસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવતા આંતરીક જૂથવાદ સામે આવ્યો છે. ઈસુદાન ગઢવીની જાહેરાત બાદ સૌરાષ્ટ્ર આપના નેતા ઈન્દ્રનીલ ની રાજ્યગુરુ નારાજગી સામે આવી હતી. જોકે હાલ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીસ ઠાકોરની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેરીને કોંગ્રેસમાં જોડાયા છે.