વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિખામણ ને ભાજપના નેતાઓ ગણતા નથી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદ બીજેપીએ ઉમેદવારોની પસંદગી માટે શોર્ટ લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું છે ત્યારે વાત કરીશુ
ભરૂચ ભાજપ ના સંસદ સભ્ય મનસુખ વસાવા અને તેમની પુત્રી એ પણ ટિકિટ માંગી હતી..મનસુખ વસાવા સંસદ હોવા છતાં તેઓ એ નાંદોદ અને તેમની પુત્રી એ ડેડીયાપાડા બેઠક પરથી ચૂંટણી લડવા માટે નિરીક્ષકો સમક્ષ દાવેદારી કરી હતી જોકે નિરીક્ષકો એ ભાજપના સિનિયર નેતા હોવા છતાં મનસુખ વસાવા અને તેમની પુત્રી નું નામ પેનલમાં મોકલ્યું ન હતું ત્યારે નોંધનીય છે કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો સાથે થયેલ બેઠક માં સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈ સાંસદ ના પરિવારને ટિકિટ આપવામાં નહિ તેમ છતાં મનસુખ વસાવા અને તેમના પરિવારે ટિકિટ માટે દાવો કર્યો હતો ત્યારે અનેક સવાલો ભાજપના સિનિયર નેતાઓ ની કાર્ય પ્રદ્ધતિ ને ઉભા સવાલો થઇ રહ્યા છે.અત્યારે તો તેઓ એ ટ્વીટર ના માધ્યમ થી પોતાનો અને પુત્રી નો દાવો બન્ને બેઠકો પર થી પાછો ખેંચતા ભાજપના પ્રદેશ ના નેતાઓએ રાહતનો દમ ખેંચ્યો છે..
ગુજરાત ભાજપની ચૂંટણી સમિતિની બેઠક 2022
ટ્વીટમાં તેમણે લખ્યું છે કે ગુજરાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગાંધીનગર મુકામે ચાલુ છે. મેં તથા મારી દીકરી પ્રીતિબેન વસાવાએ પણ ઉમેદવારી માટે માંગણી કરી હતી પરંતુ ચાલુ MP – MLAના પરિવારને ટિકિટ આપવામાં નહીં આવે એવો પાર્ટીનો નિર્ણય છે.
જે નિર્ણયને અમે શિરોમાન્ય ગણી પાર્ટીના આદેશ મુજબ કામ કરીશું. નાંદોદ વિધાનસભા તથા ડેડીયાપાડા વિધાનસભાના ઉમેદવારો માટે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પેનલના નામો ગયા છે. જે કોઈપણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને અમે જીતાડશું અને બાકીના બીજા બધા આગેવાનોએ પણ પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર આવે તેમણે અને ભાજપને જીતાડવા ના કામે લાગી જવું જોઈએ.
સિનિયર નેતાઓએ પોતાના અંગત સંબધો સાચવવા માટે નિરીક્ષકો પાસે પેનલ માં નામો મુકાવ્યા