મોરબી દુર્ઘટના માટે કોણ જવાબદાર?
મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બન્યો હતો ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા એ દરમ્યાન 30 બાળકો સહીત 190 જેટલા લોકોના પાણીમાં ડૂબી જવાને લીધે મોત નિપજ્યા છે..ત્યારે સૂત્રોની વાત માનીએ મોરબી માં ઝૂલતા પુલ નો કોન્ટ્રાકટ ઓરપાટ નામની કંપનીને આપવામાં આવ્યો હતો જેના માલિક જયસુખ પટેલ હોવાનું માનવામાં આવે છે.તેઓ ના ભાજપના ટોચના નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબધો હોવાનું કહેવાય છે.જેને લીધે સ્થાનિક નગરપાલિકા ના અધિકારીઓ ની મંજૂરીના હોવા છતાં તેમની કંપની ને ઝૂલતો બ્રિજ શરૂ કરવા માટે કોના કહેવાથી મંજૂરી આપવામાં આવી તેને લઇ ને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે શું રાજકીય નેતાની ભાગીદારી હોવાને લીધે તેમને ઝૂલતો બ્રિજ શરૂ કરવા માટે મંજૂરી આપી દેવાઈ હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે ત્યારે રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલ ઉચ્ચ અધિકારીઓ ની બનાવવામાં આવેલ કમિટી નિષ્પક્ષ તપાસ કરશે કે પછી રાજકીય નેતાઓ અને ઉદ્યોગ પતિઓ ને બચાવવાનું કામ કરશે તેને લઇ ને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે..