મોરબીના મૃતકો અને પીડિતોને સહાનુભૂતિ આપવા આખા દિવસ દરમિયાન અમે કોઈપણ રાજકીય કાર્ય નહીં કરીએ: ગોપાલ ઈટાલિયા
મોરબીના પીડિતોને સંવેદના દર્શાવા ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીના આજના તમામ રાજકીય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે: ગોપાલ ઈટાલિયા
કલેક્ટરે આ બ્રિજ શરૂ કરવાની ના પાડી હતી, પરંતુ ગાંધીનગરથી ફોન આવ્યો, ત્યારબાદ આ બ્રિજ શરૂ કરવામાં આવ્યો અને ગોઝારી સરકારના કારણે 150થી લોકો પોતાના જીવ ગુમાવી બેઠા: ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ જાહેર જનતા સાથે મળીને દરેક વિધાનસભામાં એક શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ કાઢી, મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે: ગોપાલ ઈટાલિયા
મોરબીના મૃતકોના પરિવારજનોને સંવેદના, સહાનુભૂતિ અને આશ્વાસન વ્યક્ત કરવા અમે કેન્ડલ માર્ચ કરીશું: ગોપાલ ઈટાલિયા
ગુજરાતના મુખ્યમંત્રી પહેલા હું અને ગોપાલભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા: ઇસુદાન ગઢવી
અરવિંદ કેજરીવાલજી હરિયાણામાં પેટા ચૂંટણી હેતુ એક રોડ શોમાં હાજરી આપવાના હતા, તે રોડ શો મોરબીની ઘટનાની સંવેદનાના ભાગરૂપે રદ કરવામાં આવ્યો છે: ગોપાલ ઈટાલિયા
મોરબીની ઘટનામાં જ્યાં સુધી બચાવ કામગીરી સંપૂર્ણ રીતે પૂરી ન થઈ જાય, એક એક વ્યક્તિને જ્યાં સુધી સલામત સ્થળે પહોંચાડવામાં ન આવે, ત્યાં સુધી અમે બિનજરૂરી ચર્ચામાં નહી ઉતરીએ: ગોપાલ ઈટાલિયા
મુખ્યમંત્રીજીને, ગૃહ મંત્રીને અમે મળ્યા અને કહ્યું કે નિષ્પક્ષ તપાસ કરજો: ઇસુદાન ગઢવી
હોસ્પિટલમાં બાળકો ચીસો પાડીને પોતાના માતા પિતાને શોધતા હતા: ઇસુદાન ગઢવી
તક્ષશિલા કાંડના પીડિતોએ ન્યાય માટે હાઇકોર્ટના દરવાજા ખખડાવવા પડે છે આનાથી મોટી કરુણા કોઈ હોય ન શકે: ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગઈકાલે મોરબીમાં પુલ તૂટવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે. અત્યારે જે મૃતકોની સંખ્યાના આંકડા આવ્યા છે તે 150 કરતાં પણ વધારે છે. હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને મૃતકોના પરિવારજનોને હું આમ આદમી પાર્ટી વતી સંવેદના વ્યક્ત કરું છું. જેટલા પણ લોકો ઘાયલ છે તે તમામને ભગવાન સ્વસ્થતા અર્પે એવી પ્રાર્થના હું ભગવાનને કરું છું. આ સાથે આજે બે વિશેષ નોંધનીય દિવસ છે. ભારતના સ્વતંત્રતા સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. હું સમગ્ર દેશવાસીઓને અને ખાસ કરીને જ્યારે સરદાર પટેલ આપણા ગુજરાતી હોય ત્યારે હું સરદાર પટેલ જન્મ જયંતીની શુભેચ્છાઓ પાઠવું છું. તેની સાથે જ સંતપુરુષ જલારામ બાપુની પણ આજે જન્મ જયંતી છે, ત્યારે હું જલારામ બાપાના ભક્ત ગણોને જલારામ બાપાની જન્મ જયંતિની શુભેચ્છાઓ પાઠવું છું.
ગઈકાલે મોરબીમાં જે દુઃખદ ઘટના ઘટી તે દુઃખદ ઘટનામાં સહભાગી થવા માટે, તે દુઃખદ ઘટનામાં સરકારના સહકારી તંત્રને મદદરૂપ થવા માટે, પીડિત વ્યક્તિઓને સાથ આપવા માટે અને એક માણસ બનીને માનવતાની ફરજ બજાવવા માટે, હું અને અમારા નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને અમારી મોરબીની ટીમ ઘટના સ્થળે હાજર રહી અને જે કંઈ પણ સેવાકાર્ય અમે કરી શકે એમ હતા એ સેવાકાર્યો કર્યા. અમારા આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓએ સેવાકાર્યની અંદર પોતાનું કિંમતી યોગદાન આપ્યું હતું. હું તેમનો ખુબ ખુબ આભાર માનું છું. હજી પણ રાહતકાર્યનું કામ ચાલુ છે અને અમુક લોકો મળી નથી આવ્યા, ભગવાન તમને મદદરૂપ થાય અને જલ્દીથી લોકો આ દુઃખદ ઘટના માંથી બહાર આવે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.
આમ આદમી પાર્ટીએ નિર્ણય કરેલો કે મોરબીની ઘટનામાં જ્યાં સુધી બચાવ કામગીરી સંપૂર્ણ રીતે પૂરી ન થઈ જાય, એક એક વ્યક્તિને જ્યાં સુધી સલામત સ્થળે પહોંચાડવામાં ન આવે, ત્યાં સુધી બિનજરૂરી ચર્ચામાં અમે નહીં ઉતરીએ. આજે પણ અમે નક્કી કર્યું છે કે આખા દિવસ દરમિયાન અમે કોઈપણ રાજકીય કાર્ય નહીં કરીએ અને એ અનુક્રમમાં મોરબીના જે પીડીતો છે અને જે મૃતકો છે એમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે અમારા રાષ્ટ્રીય આદર્શ અરવિંદ કેજરીવાલજીના આજના તમામ રાજકીય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આજે અરવિંદ કેજરીવાલ હરિયાણાની અંદર પેટા ચૂંટણી હેતુ એક રોડ શોમાં હાજરી આપવાના હતા. જે રોડ શો મોરબીની ઘટનાની સંવેદનાના ભાગરૂપે રદ કરવામાં આવ્યો છે. ગુજરાતના પણ તમામ રાજકીય કાર્યક્રમ આજે બંધ રહેશે.
આ દુઃખની ઘડીમાં સંવેદના વ્યક્ત કરવા, સહાનુભૂતિ વ્યક્ત કરવા અને ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતની સાથે ઊભા રહેવા માટે ગુજરાતની તમામ વિધાનસભામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજના સમયે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ જાહેર જનતા સાથે મળીને એક શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ કાઢીને મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે અને જે ઘાયલો છે અને મૃતકજનોના પરિવારજનો છે તેમને સંવેદના, સહાનુભૂતિ અને આશ્વાસન વ્યક્ત કરવાનું કામ અમે કેન્ડલ માર્ચના માધ્યમથી કરવાના છીએ.
આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ કહ્યું કે, મોરબીમાં જે દુર્ઘટના ઘટી, જે કાળો રવિવાર થયો અને એમાં જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે તે તમામને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને જે પણ અત્યારે ઘાયલ છે ઈશ્વર એમને જલ્દીથી સ્વસ્થ કરે તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. ગતરોજ અમે નક્કી કર્યું હતું કે અમે કોઈ પણ પ્રકારની રાજનીતિ નહીં કરીએ, લોકોને સહાય મળી રહે તે માટે કામ કરીશું. પરંતુ ફક્ત એક વિપક્ષ જ નહીં એક મનુષ્ય રૂપે પણ અમે કહેવા માંગીએ છીએ કે જે લોકો ત્યાં નવા વર્ષના સંદર્ભે ફરવા ગયા હતા અને ત્યાં આવી ઘટના ઘટી, લોકોને તેમના પરિવાર ઘુમવા પડ્યા, આ ઘટનાના જવાબદાર લોકો વિરુદ્ધ યોગ્ય પગલાં ન લેવાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી શાંત નહીં બેસે. માત્ર ને માત્ર લોકોને મદદરૂપ થવા, લોકોને સહાનુભૂતિ આપવા તથા મૃતકોની આત્માને શાંતિ મળે એના માટે હું અને અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાજી ત્યાં ગયા હતા. અમે જ્યારે હોસ્પિટલમાં ગયા ત્યારે એક કમ્પારી છૂટી જાય એવી ઘટના ઘટી. હોસ્પિટલમાં એક બાળાનો મૃતદેહ પડ્યો હતો અને એના પરિવારના આઠ લોકો પણ મૃત્યુ પામ્યા હતા. આખા પરિવારમાંથી એક જ વ્યક્તિ જીવિત છે આપણે કલ્પના પણ નથી કરી શકતા કે કઈ રીતે દિવસો અને રાત કાઢશે. એક બાળક ચીસો પાડીને પોતાના મમ્મી પપ્પાને શોધતું હતું.
રાજનીતિ રાજનીતિની જગ્યાએ છે, મેં સમાચારમાં વાંચ્યું કે કલેક્ટરે આ બ્રિજ શરૂ કરવાની ના પાડી હતી. પરંતુ ગાંધીનગરથી ફોન આવ્યો, ત્યારબાદ આ બ્રિજ શરૂ કરવામાં આવ્યો અને એક ગોઝારો વ્યક્તિ અને ગોઝારી સરકારના કારણે 150થી લોકો પોતાના જીવ ગુમાવી બેઠા છે. આ ઘટનાની તપાસમાં જો કોઈએ પણ ઢીલ મૂકી તો ઈશ્વર એને માફ નહીં કરે. આ મુદ્દા પર અવાજ ઉઠાવાની અમારી ફરજ છે. મોરબીની પ્રજાએ 52 માંથી 52 સીટો ભાજપને આપી છે, એના બદલામાં ભાજપે એમને મોત આપ્યું. આ પરિવારોની પીડા અમારાથી સહન નથી થતી.
યાદ કરો સુરતના તક્ષશિલા કાંડ ને. સુરતમાં બાળકો જીવતા સળગી ગયા હતા. એ તક્ષશિલા કાંડમાં ભાજપે તપાસના નામે માત્ર ને માત્ર એ બાળકોની આત્માઓને નિરાશ કર્યા છે. હું જ્યારે સુરત જઈને તક્ષશિલા કાંડના મૃતકોના પરિવારજનોને મળ્યો તો ત્યારે મેં જોયું કે કોઈની એકની એક દીકરી વિદેશ જવાની તૈયારી કરતી હતી, એક દીકરી એક બાળકને રમાડવા લઈને ગઈ હતી અને એ બાળક ભુંજાઈ ગયું. અને તપાસના નામે કંઈ થયું નહીં એટલા માટે મૃતકોના માતા પિતાએ હાઇકોર્ટનો સહારો લેવો પડ્યો. ભાજપએ માનવતા મૂકી દીધી છે. અત્યારે કોઈ પાર્ટીએ રાજનીતિ કરવાની જરૂરત નથી પરંતુ અમારી માંગ એ જ છે કે તપાસ સાચી દિશામાં થવી જોઈએ. જો ગાંધીનગરથી આ બ્રિજ શરૂ કરવા માટે ફોન આવ્યો હોય, તો મારે જાણવું છે કે આ ષડયંત્ર કોણે રચ્યું છે? આજે આખા ગુજરાતની જનતા હતપ્રત છે. અમારે જાણવું છે કે અત્યાર સુધી જેટલી પણ કમિટીઓની રચના થઈ એની તપાસ ક્યાં પહોંચી? તક્ષશિલા કાંડના પીડિતોએ ન્યાય માટે હાઇકોર્ટના દરવાજા ખખડાવવા પડે છે આનાથી મોટી કરુણા કોઈ હોય ન શકે. ભ્રષ્ટાચારના બ્રિજના કારણે આજે 150 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી પહેલા હું અને ગોપાલભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમારી પાર્ટી સૌથી પહેલી હતી, જેણે નક્કી કર્યું કે આ મુદ્દા પર અમે રાજનીતિ નહીં કરીએ. મુખ્ય સવાલ એ છે કે જે લોકો જીવ ગુમાવ્યો એમને ન્યાય કોણ અપાવશે? એ લોકો કહે છે કે આટલા અમારા ધારાસભ્ય છે, આટલા સાંસદ છે, અમારી આટલી સીટો આવે છે, આટલી સરકારો પાડી દઈએ છીએ અને સરકારો પાડીને ભ્રષ્ટાચારના પુલ બનાવીને લોકોના જીવ લો છો. આજે કોઈ જવાબદાર લોકો પોતાનું રાજીનામું આપવા તૈયાર નથી. પૂજ્ય લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે રેલ મંત્રી હતા ત્યારે એક રેલનો અકસ્માત થયો હતો તો એમણે રાજીનામું આપી દીધું હતું. જો આજે અમે ચૂપ બેસી રહી રહ્યા તો તમારા અને મારા બાળકોનો વારો આવશે. હું તમને સૌને વિનંતી કરું છું કે તક્ષશિલા કાંડના પરિવારોને જઈને એક વખત મળી આવો. એના માતા પિતાની જગ્યાએ એ તમારા દીકરા છે તમે એના માતા પિતા છો એવું ક્યારેક વિચારો. તક્ષશિલા કાંડમાં પણ એવું જ થયું હતું. નેતાનો ફોન આવ્યો અને નેતા ઉપર કોઈ કાર્યવાહી થઈ ન હતી. આ બધા ની આત્માને શાંતિ ક્યારે મળશે? આ લોકો કોની પાસે ન્યાય માંગવા જશે? આપણું રાજ્ય છે આપણું દેશ છે. આપણે કરવાનું છે આપણા બધાની ફરજ છે. એના માતા પિતાની જગ્યાએ એ તમારા દીકરા છે તમે એના માતા પિતા છો એવું ક્યારેક વિચારો. રાજનીતિ તેલ પીવા ગઈ રાજનીતિ નથી કરવી આપણે. તક્ષશિલા કાંડમાં પણ એવું જ થયું હતું. નેતાનો ફોન આવ્યો અને નેતા ઉપર કોઈ કાર્યવાહી થઈ ન હતી. આ બધા ની આત્માને શાંતિ ક્યારે મળશે? આ લોકો કોની પાસે ન્યાય માંગવા જશે? આપણું રાજ્ય છે આપણું દેશ છે. આપણે કરવાનું છે આપણા બધાની ફરજ છે.
કાલના દ્રશ્ય જોઈને અમને કંપારી છૂટી ગઈ હતી. હું જોઈ નતો શકતો. આમાં જરા પણ રાજનીતિ ન થવી જોઈએ પરંતુ જવાબદારો છટકવા પણ ન જોઈએ. જો સરકાર પગલા ન લઈ શકતી હોય તો નેતાઓએ રાજીનામા આપી દેવા જોઈએ. આજે 150 થી વધુ લોકોના મૃત્યુ થયા છે તો FIR માં કેમ કોઈ જવાબદાર નથી? આપણે જે પણ કરીએ ઉપરવાળો કુદરત આપણને જોવે છે. જેમના મૃત્યુ થયા છે, જેમનો પરિવાર ગયો છે એમની પીડા ક્યારેક એમને પૂછજો. તમે નિષ્પક્ષ તપાસ તો કરાવો, બીજી તો શું અપેક્ષા રાખી શકીએ. ભ્રષ્ટાચાર થાય છે, બ્રિજના બ્રિજ ખવાઈ જાય છે, બ્રિજ તૂટી જાય છે બધું જ થાય છે. તપાસ સમિતિઓ રચાય છે પણ ક્યારેય કોઈ ભાજપના નેતાઓએ દિલ પર હાથ રાખીને કહ્યું કે મારી દીકરી કે દીકરાના સોગંદ ખાઈને કહું છું કે નિષ્પક્ષ તપાસ થઈ છે. આજે લોકોને ભાજપ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જેટલા ઉત્સાહ સાથે મત આપ્યા એટલા જીવ લીધા છે ભાજપે. હવે તો એ બીક છે કે ક્યારે તમારો કે મારો વારો આવી જશે. હજી પણ ભાજપ રાજનીતિ કરે છે, તેમને શરમ આવવી જોઈએ. તમારે લોકોને સહાય આપવી જોઈએ. નગરપાલિકા તમારી, રાજ્ય – કેન્દ્રમાં સરકાર તમારી અને તમે રાજનીતિ કરો છો.
અમે મૃતકોના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ કાઢીશું. પરંતુ જનતાને એટલી વિનંતી કરીએ છીએ કે, આ ભ્રષ્ટાચારી અને અહંકારી ભાજપને અહંકાર આવી ગયો છે તેમનો અહંકાર ઉતારજો. 150 લોકોના મૃત્યુ થયા છે અને કોઈનું રાજીનામું કેમ નથી પડતું? તમારા પાપે આ લોકો ડૂબી ગયા છે. અમે અમારા તમામ પ્રોગ્રામ, સભાઓ કેન્સલ કરી છે. અમે રાજનીતિ નથી કરતા. અમે બધા સાથે હતા. મુખ્યમંત્રીને, ગૃહ મંત્રીને અમે મળ્યા અને કહ્યું કે નિષ્પક્ષ તપાસ કરજો.