AMCના અધિકારીઓ સંપત્તિ જાહેર કરવાથી કેમ બચી રહ્યા છે ! આ છે મુખ્ય કારણ !

સમાન્ય રીતે નેતાઓને ભ્રષ્ટાચારી ગણવામાં આવે છે,, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ભ્રષ્ટાચારી છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે,,તેનુ કારણ પણ છે, કારણ છે કે 1186 અધિકારીઓ પોતાની સંપત્તિ જાહેર
નથી કરી રહ્યા છે, કમિશ્નરે એક નહી પણ બે વખત પરિપત્ર કર્યા હોવા છતાં અધિકારીઓ પોતાની સંપત્તિ માહિતી આપતા નથી, જેથી એએમસીના અધિકારીઓની સંપત્તિની કમાણી આવક કરતા વધુ છે,,જેથી તેઓ માહિતી આપવામાંખચકાઇ રહ્યા હોવાની ચર્ચા ચારી રહી છે,
બે બે વખત કરાયો પરિપત્ર
અમદાવાદ મ્યુ, તંત્રમાં અધિકારીઓ અને પદાધિકારીઓ હમેશા ઇમાનદારી ની વાત કરતા હોય છે, જ્યારે તેમને ઇમાનદારી દેખાડવાની હોય તો શેઠની શિખામણ ઝાપા સુધી જેવો ઘાટ થાય છે
તંત્રમાં વર્ગ 1ના 286 જ્યારે વર્ગ 2ના 900 અધિકારીઓને બે બે વખત તેમની સંપત્તિની ઇન્કમટેક્ષ રિટર્ન જમા કરાવવાની સુચના અપાઇ છે, જેમાં તેમની સ્થાવર અને જંગમ મિલ્કત દર્શાવવા કહેવાયુ છે
પણ અધિકારીઓ કમિશ્રનરના પરિપત્રને પણ ગાઠતા નતી, મહત્વની વાત એ છે કે જેઓ આ રિટર્ન જમા કરાવે તેમની સામે શિક્ષાત્મક પગલા લેવાની પણ ચિકમી અપાઇ છે છતાં
પરિણામ નિલ બટે સન્નાટા છે, એટલે કે શુન્ય છે,

કોરના કારણે રિટર્ન ભરવામાં સમય મર્યાદા વધારાઇ
મ્યુનિસિપલ તંત્રમાં ફરજ બજાવતા વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓને 31 ડીસેમ્બર સુધી તેની સંપત્તિની માહીતી આપવા પરિપત્ર કરાયુ હતુ , પણ વર્ગ 1 અને વર્ગ 2ના મળી 1186 અધિકારીઓ કોઇ માહિતી આપી નહી, પછી તેમને બીજો
પરિપત્ર મોકલીને 28 ફેબ્રુઆરી સુધીનો સમય અપાયો છતાં કોઇ માહિતી આવી નથી, હવે તેમને 30 એપ્રિલ સુધીનો સમય અપાયો છે, સાથે કમિશ્રનર લોચન સહેરાએ આવા અધિકારીઓ પાસેથી ખુલાસો માગ્યો છે,

અધિકારીઓ કેમ નથી આપી રહ્યા સંપત્તિની માહિતી
એએમસીના રિટાયર્ડ અધિકારીની માનીએ તો આવા અધિકારીઓ અનેક પ્રકારના ભ્રષ્ટાચાર કરીને મોટી કમાઇ કરતા હોય છે તેમની પાસે આવક કરતા વધુ સંપત્તિ થઇ જાય છે ,જો તેઓ પોતાની સાચી સંપત્તિ દેખાડે તો તેમની સામે આવક
કરતા વધુ કમાણી કરવાનો આરોપ લાગી શકે છે,, ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ તેમની નોકરી તો જઇ જ શકે છે તેમને જેલ પણ થઇ શકે છે,
જેથી તેઓ ક્યારેક પરિવારના અન્ય સભ્યોના નામે
સંપત્તિ કરી દેતા હોય છે,, અને આવી જ ગોઠવણ કરવામાં તેમને વાર લાગતી હોય છે, છતાં કમિશ્નરે આવા અધિકારીઓ સામે વિજીલ્નસ તપાસ આપવાની સત્તા છે,,તે તપાસ કરાવી શકે છે,