કોલેજ ના વિદ્યાર્થીઓ ને પીએમ ના કાર્યક્રમ માં હાજર રહેવા માટે સૂચના કોણે આપી ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સરકારી કાર્યક્રમ સોનગઢ ખાતે હોવાથી દેવમોગરા સરકારી વિનયન કોલેજના તમામ વિદ્યાર્થીઓ ને ફરિજયાત પ્રમાણે હાજર રહેવા માટે આચાર્ય દ્વારા સૂચના આપવામાં આવી છે એ માટે એસટી બસ ની વ્યવસ્થા કરવામાં આવનાર છે તમામ વિદ્યાર્થીઓએ પ્રોફેસર પાસે પોતાનું નામ લખાવી દેવું..આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓનું કામ અભ્યાસ કરવાનું છે અને પ્રોફેસર નું કામ અભ્યાસ કરાવવાનું છેત્યારે પ્રોફેસર અને વિદ્યાર્થીઓ ભીડનો હિસ્સો બનશે તો દેશ કેવી રીતે વિશ્વની મહાસત્તા બનશેત્યારે નોંધવા જેવી બાબત એ છે કે રાજકીય નેતાઓ અને કાર્યકરો સંખ્યા ભેગી કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે ત્યારે હવે સરકારી કોલેજો અને સરકારી કર્મચારીઓ ને ફરિજયાત પ્રમાણે ઉપસ્થિત રહેવાની ફરજ પાડવાની કેવી રીતે લોકપ્રિયતા સિદ્ધ થઇ શકશે તે એક મોટો સવાલ છે..