ટોપેકા ના હિન્દૂ મંદિર દ્વારા ગરબાનું કરાયું આયોજન
અમેરિકા ના કેન્સાસ રાજ્યની રાજધાની ટોપેકા માં ભારતીયો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાતીઓના પ્રિય નવરાત્રી નું આયોજન ટોપેકાના હિન્દૂ મંદિર માં આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરબા માં ભાગ લીધો હતો.વિદેશની ધરતી પર વસતા ભારતીયો નવરાત્રી,દિવાળી સહીત હિન્દૂ તહેવારો ની ઉજવણી કરીને ભારતીય સંસ્કૃતિ ને જીવંત રાખવાનો સતત પ્રયાસ કરતા હોય છે.એટલુંજ નહીં જરૂરિયાત મંદ ભારતીયો ને હિન્દૂ મંદિરો દ્વારા તમામ પ્રકાર ની આર્થિક મદદ પણ કરવામાં આવતી હોય છે.