વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ ઝળકી ઉઠી
અમેરિકા દેશ ના કેન્સાસ રાજ્યની રાજધાની (ટોપેકા) શહેર મા ઇસ્કોન મંદિર હરે કૃષ્ણ હરે રામ ના ભજન કીર્તન સંધ્યા નુ આયોજન જીગર બારોટ તથા હિંદુ મંદિર ટોપેક દ્વારા કરવા માંઆવ્યું હતું.જેમા ભાવિક ભક્તો ખુબજ મન મુકી ને જુમીઉઠ્યા હતા .હરે ક્રિષ્ના હરે ક્રિષ્ણા ના સ્મરણ સાથે ,વિદેશ ની ધરતી પર હિંદુ સનાતન ધરમ ને જીવંત રાખવા જીગર બારોટ અને તેમની ટિમ વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા મથી રહ્યાં છે.મહત્વપૂર્ણ બાબત તો એ છે કે વિદેશની ધરતી પર વ્યવસાય અર્થે સ્થાઈ થયા બાદ પણ પાશ્વાત્ય સંસ્કૃતિ થી પ્રભાવિત થવાને બદલે ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે જીગર બારોટ અને તેમની ટિમ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવે છે.હિન્દૂ તહેવારો ની ભવ્યતા વિદેશમાં ઉજવણી થાય તે માટે ખાસ પ્રકાર નું આયોજન કરવામાં આવતું હોય છે જેથી તમામ ભારતીયો વચ્ચે બંધુત્વનો ભાવ કેળવાયેલો રહે તેવું જીગર બારોટ નું માનવું છે.
ત્યારે નોંધનીય છે કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન), જેને બોલચાલમાં હરે કૃષ્ણ ચળવળ અથવા હરે કૃષ્ણસ તરીકે ઓળખવામાં આવે છે, તે ગૌડિયા વૈષ્ણવ ધાર્મિક સંસ્થા છે. ઇસ્કોનની સ્થાપના એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા 1966માં ન્યૂયોર્ક શહેરમાં કરવામાં આવી હતી.