બાળ વૃંદ ની રચના કરવા માટે શિક્ષણ વિભાગે આપ્યો આદેશ
નવી રાષ્ટ્રીય નીતિનો ગુજરાત સરકારે સ્વીકાર કર્યો છે ને તેનો અમલ શરૂ પણ કરી દેવાયો છે રાજય સરકાર ના શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓનો આંતરિક અને બાહય વિકાસ થાય તે માટે બાળ વૃંદ ની રચના કરવા માટે સૂચના આપી છે જેથી બાળકો નો બહુમુખી વિકાસ થઇ શકે.બાળકનું ઇન્વોલ્વમેન્ટ શિક્ષણ કાર્યની સાથે ઈતર પ્રવુતિ માં વધે તે માટે બાળ વૃંદ ની રચના કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.