સંસ્કૃત ભાષા, સાહિત્ય ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનના સંવર્ધન હેતુ સામાજિક સહભાગિતા દ્વારા ‘સંસ્કૃત શક્તિ ગુરૂકુલ’ શરૂ કરવા શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
અદ્યતન શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓથી સજ્જ આધુનિક તેમજ પરંપરાગત ગુરૂકુળના સમન્વય ધરાવતા શૈક્ષણિક સંકુલો સામાજિક સહભાગિતા “સંસ્કૃત શક્તિ ગુરૂકુલ” શરૂ કરવામાં આવશે : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
સંસ્કૃતમાં અભિરૂચિ ધરાવતાં 3000 વિદ્યાર્થીઓ માટે વેદ, પુરાણ, ઉપનિષદ, જ્યોતિષ, આયુર્વેદ, વાસ્તુશાસ્ત્ર જેવાં શાસ્ત્રોના ઉત્તમ પ્રકારના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ થશે
ગુરૂકુલમાં છાત્રાલય , યજ્ઞશાળા , વૈદિક ગણિત , ખગોળ વિજ્ઞાન તેમજ જ્યોતિષ લેબોરટરીની સુવિધાઓ ઉપલબ્ધ થશે
સંસ્કૃત ભાષા, સાહિત્ય ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનના સંવર્ધન હેતુ સામાજિક સહભાગિતા દ્વારા ‘સંસ્કૃત શક્તિ ગુરૂકુલ’ શરૂ કરવા બાબતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે જણાવ્યું હતું તેમના આ નિર્ણયથી વેદ, પુરાણ, ઉપનિષદ, જ્યોતિષ, આયુર્વેદ, વાસ્તુશાસ્ત્ર જેવાં શાસ્ત્રોના ઉત્તમ પ્રકારના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ થશે.
અદ્યતન શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓથી સજ્જ આધુનિક તેમજ પરંપરાગત ગુરૂકુળના સમન્વય ધરાવતા શૈક્ષણિક સંકુલો સામાજિક સહભાગિતા “સંસ્કૃત શક્તિ ગુરૂકુલ” શરૂ કરવામાં આવશે. જેમાં સંસ્કૃતમાં અભિરૂચિ ધરાવતાં 3000 વિદ્યાર્થીઓ માટે વેદ, પુરાણ, ઉપનિષદ, જ્યોતિષ, આયુર્વેદ, વાસ્તુશાસ્ત્ર જેવાં શાસ્ત્રોના ઉત્તમ પ્રકારના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ થશે.
સંસ્કૃત માધ્યમમાં શિક્ષણના આયોજન અને સંચાલનમાં અભિરૂચિ ધરાવતા, સંસ્કૃત ગુરૂકુલો માટે સ્વતંત્ર રીતે રોકાણ કરી શકે તેવા ખાનગી વ્યક્તિઓ ટ્રસ્ટ, દેવસ્થાન ટ્રસ્ટ તેમજ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટિ ( CSR ) હેઠળના પ્રકલ્પોને પ્રોત્સાહિત કરી પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા તમામ અદ્યતન માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
આ ગુરુકુળમાં છાત્રાલય, યજ્ઞશાળા, વૈદિક ગણિત, ખગોળ વિજ્ઞાન તેમજ જ્યોતિષ લેબોરટરીની સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા તમામ શૈક્ષણિક તેમજ સપોર્ટીંગ સ્ટાફની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમા કક્ષા ( ધોરણ -૬ ) થી ઉત્તર મધ્યમા કક્ષા ( ધોરણ -૧૨ ) સુધીના સંસ્કૃત ગુરૂકુલ સ્થાપવામાં આવશે
પ્રત્યેક ગુરૂકુલમાં લઘુત્તમ ૧૫૦ અને મહત્તમ ૩૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે જેમાં પરંપરાગત વિષયો સાથે આધુનિક વિષયોનું પણ શિક્ષણ કાર્ય કરાવવામાં આવશે. જે પ્રાચીન ગ્રંથો અને હસ્તપ્રતોની જાળવણી માટે પણ કાર્ય કરશે. જેનું શિક્ષણ વિભાગ દ્વારા મોનિટરીંગ, રિપોર્ટિંગ, નાણાકીય વ્યવસ્થાપન અને ઑડિટીંગ કરવામાં આવશે.
સંસ્કૃત ગુરૂકુલો સ્થાપવા માટેનું સંપૂર્ણ મૂડીરોકાણ પ્રોજેકટ પાર્ટનર્સ દ્વારા કરવામાં આવશે. આ માટે પ્રતિ વર્ષ પ્રતિ વિદ્યાર્થી રૂ .૫૦,૦૦૦/ – નાણાકીય સહાય આપવામાં આવશે. જેનું આગામી નાણાંકીય વર્ષથી દર વર્ષે ૭ % ના દરે સહાય વધારવામાં આવશે.