આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા ની દિલ્હી પોલીસે કરાઈ ધરપકડ
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇ અપમાનજનક નિવેદન કરવાને લઇ રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને સમન્સ પાઠવ્યું હતું એ દરમ્યાન આજે બપોરે તેઓ રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસે હાજર થતા જ તેમની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરીદેવામાં આવી છે….
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક શબ્દો બોલવા મામલે તેમનો જુનો વીડિયો વાયરલ થયો હતો.જેને લઇ ને રાષ્ટ્રીય મહિલા આયોગે તેમને સમન્સ પાઠવતા તેઓએ ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનતી હોવાથી અને ભાજપ પાટીદાર વિરોધી હોવાથી પાટીદાર હોવાને લીધે તેમને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે..
. @NCWIndia चीफ़ मुझे जेल में डालने की धमकी दे रही है। मोदी सरकार पटेल समाज को जेल के सिवा दे ही क्या सकती है। बीजेपी पाटीदार समाज से नफ़रत करती है। मैं सरदार पटेल का वंशज हूँ। तुम्हारी जेलों से नहीं डरता। डाल दो मुझे जेल में। इन्होंने पुलिस को भी बुला लिया है। मुजे धमका रहे है।
— Gopal Italia (@Gopal_Italia) October 13, 2022