પોતાના વોટની તાકાતથી લોકો સોતેલા સૌરાષ્ટ્રથી ‘સોનાના સૌરાષ્ટ્ર’ તરફ આગળ વધશે અને આમ આદમી પાર્ટીને એક મોકો અવશ્ય આપશે: રાઘવ ચઢ્ઢા
ભાજપે સોતેલું સૌરાષ્ટ્ર બનાવ્યું પણ અરવિંદ કેજરીવાલજી ‘સોનાનું સૌરાષ્ટ્ર’ બનાવશે: રાઘવ ચઢ્ઢા
ભાવનગરએ ખૂબ જ મોટા મોટા નેતાઓ આપ્યા પણ ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ સરકારોએ ભાવનગરને કઈ આપ્યું નથી: રાઘવ ચઢ્ઢા
ગુજરાતના શિક્ષણ મંત્રી ભાવનગરથી આવે છે પરંતુ ભાવનગરની સ્કૂલોની હાલત 27 વર્ષમાં દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે: રાઘવ ચઢ્ઢા
હોસ્પિટલો અને સ્વાસ્થ સેવાઓના નામે ભાવનગરના લોકો સાથે મજાક થઈ રહ્યો છે: રાઘવ ચઢ્ઢા
નાની નાની બીમારીઓના ઈલાજ માટે પણ લોકોએ અમદાવાદ અને રાજકોટ તરફ ભાગવું પડે છે: રાઘવ ચઢ્ઢા
હોસ્પિટલની મોટી બિલ્ડીંગ દૂરથી દેખાય છે, પરંતુ એની અંદર ના ડોક્ટર મળે છે, ના દવા મળે છે, ના નર્સ હોય છે અને ના બેડ હોય છે: રાઘવ ચઢ્ઢા
હું દસ વર્ષ પહેલાં ભાવનગર આવ્યો હતો અને એ સમયે ભાવનગરના રસ્તાની હાલત જેટલી ખરાબ હતી એનાથી વધુ આજે ખરાબ છે: રાઘવ ચઢ્ઢા
ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે રોડ રસ્તા હોય કે ઉદ્યોગો હોય કે રોજગાર હોય, દરેક મુદ્દે ભાવનગરના લોકો સાથે કપટ થયું છે: રાઘવ ચઢ્ઢા
આ ખૂબ જ દુઃખની વાત છે કે મોટા મોટા નેતાઓ મંત્રી બનીને આગળ વધ્યા છે પરંતુ તેઓએ ક્યારેય પણ પોતાના ભાવનગર જિલ્લા વિશે નથી વિચાર્યું: રાઘવ ચઢ્ઢા
‘સોનાનું સૌરાષ્ટ્ર’ બનાવવા માટે હું સૌરાષ્ટ્રના એક એક માણસને વિનંતી કરવા અને તેમનો સાથ માંગવા હું આવ્યો છું: રાઘવ ચઢ્ઢા
સૌરાષ્ટ્રના દરેક લોકોએ પૂરી મહેનત સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાવું પડશે અને આખા ગુજરાતમાં જે પરિવર્તનની વાતો થઈ રહી છે એમાં સૌથી આગળ સૌરાષ્ટ્રના લોકોએ રહેવું પડશે: રાઘવ ચઢ્ઢા
પોતાના વોટની તાકાતથી લોકો સોતેલા સૌરાષ્ટ્રથી ‘સોનાના સૌરાષ્ટ્ર’ તરફ આગળ વધશે અને આમ આદમી પાર્ટીને એક મોકો અવશ્ય આપશે: રાઘવ ચઢ્ઢા
અરવિંદ કેજરીવાલ પોતે કરેલા કામ પર વોટ માંગે છે: રાઘવ ચઢ્ઢા
ગુજરાતના લોકો કોંગ્રેસ અને ભાજપના 62 વર્ષના શાસનને ઉખાડીને ફેંકી દે અને આમ આદમી પાર્ટીને એક મોકો આપે: રાઘવ ચઢ્ઢા
અરવિંદ કેજરીવાલ 300 યુનિટ વીજળી મફત આપી, પાણી મફત આપ્યું, મોહલ્લા ક્લિનિક અને સારી સારવાર આપી, અદ્ભુત હોસ્પિટલ બનાવી, શાનદાર શિક્ષણ આપ્યું, મહિલાઓને મફત મુસાફરી કરાવી, દિલ્હીની વૃદ્ધોને મફત મંદિરોનાં દર્શન કરાવ્યા: રાઘવ ચઢ્ઢા
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, આજે હું ભાવનગરની ઐતિહાસિક ધરતી પર ઉપસ્થિત છું અને ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેમની લાગણી અને તેમની દેશભક્તિને હું સલામ કરું છું અને ભાવનગરમાં હું મારા કાર્યક્રમની શરૂઆત કરું છું. ભાવનગરએ ફક્ત ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને મોટી હસ્તીઓ આપી. ભાવનગરએ ખૂબ જ મોટા મોટા નેતાઓ અને મોટા વિદ્વાન લોકો આપ્યા છે. આજે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી પણ ભાવનગરથી આવે છે. પરંતુ એ અફસોસની વાત છે કે ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ સરકારોએ ભાવનગરને કઈ આપ્યું નથી.
આ બદનસીબી છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી ભાવનગરથી આવે છે પરંતુ ભાવનગરની સ્કૂલોની હાલત 27 વર્ષમાં દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. હોસ્પિટલો અને સ્વાસ્થ સેવાઓના નામે અહીંયા લોકો સાથે મજાક થઈ રહ્યો છે. હોસ્પિટલની મોટી બિલ્ડીંગ દૂરથી દેખાય છે, પરંતુ એની અંદર ના ડોક્ટર મળે છે, ના દવા મળે છે, ના નર્સ હોય છે અને ના બેડ હોય છે. નાની નાની બીમારીઓના ઈલાજ માટે પણ લોકોએ અમદાવાદ અને રાજકોટ તરફ ભાગવું પડે છે, એવી આજે ભાવનગરની પરિસ્થિતિ છે. આટલા મોટા મોટા મંત્રી અને નેતા આપ્યા બાદ ભાવનગરમાં રોડ રસ્તાની હાલત તો સારી હોવી જોઈતી હતી. હું દસ વર્ષ પહેલાં ભાવનગર આવ્યો હતો અને એ સમયે ભાવનગરના રસ્તાની હાલત જેટલી ખરાબ હતી એનાથી વધુ આજે ખરાબ છે. રસ્તા કરતા ખાડા વધુ નજર આવે છે. રસ્તાઓ પર જંગલી પશુ ફરતા રહે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે રોડ રસ્તા હોય કે ઉદ્યોગો હોય કે રોજગાર હોય દરેક મુદ્દે ભાવનગરના લોકો સાથે કપટ થયું છે.
આ ખૂબ જ દુઃખની વાત છે કે મોટા મોટા નેતાઓ મંત્રી બનીને આગળ વધ્યા છે પરંતુ તેઓએ ક્યારેય પણ પોતાના ભાવનગર જિલ્લા વિશે નથી વિચાર્યું. ભાજપને 27 વર્ષની અહંકારી સરકારે સૌરાષ્ટ્ર સાથે સોતેલો વ્યવહાર કર્યો છે. ભાજપે સોતેલું સૌરાષ્ટ્ર બનાવ્યું પણ અરવિંદ કેજરીવાલજી ‘સોનાનું સૌરાષ્ટ્ર’ બનાવશે. ‘સોનાનું સૌરાષ્ટ્ર’ બનાવવા માટે હું સૌરાષ્ટ્રના એક એક માણસને વિનંતી કરવા અને તેમનો સાથ માંગવા હું આવ્યો છું. સૌરાષ્ટ્રના દરેક લોકોએ પૂરી મહેનત સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાવું પડશે અને આખા ગુજરાતમાં જે પરિવર્તનની વાતો થઈ રહી છે એમાં સૌથી આગળ સૌરાષ્ટ્રના લોકોએ રહેવું પડશે. પોતાના વોટની તાકાતથી લોકો સોતેલા સૌરાષ્ટ્રથી ‘સોનાના સૌરાષ્ટ્ર’ તરફ આગળ વધશે અને આમ આદમી પાર્ટીને એક મોકો અવશ્ય આપશે.
ગુજરાતનું વાર્ષિક બજેટ રૂ. 2.5 લાખ કરોડ છે, એટલે કે, ગુજરાત સરકારે દર વર્ષે હોસ્પિટલ બનાવવા, સ્કૂલ બનાવવા, રોડ બનાવવા, દવાખાના, ફ્લાયઓવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પાછળ રૂ. 2.5 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. મારે ભાવનગરની જનતાને પૂછવું છે કે તમને આમાંથી કોઈ પૈસા તમને મળ્યા? શું તમને એક પાવલી મળી? જો તમને આ 2.5 લાખ કરોડ રૂપિયામાંથી એક પણ પાવલી મળી નથી, તો પૈસા ગળી જનાર આ નેતા કોણ છે? તમારા પૈસાને ખાઈ જનાર નેતા કોણ છે?
ગુજરાતની કુલ વસ્તી સાડા છ કરોડ છે અને ગુજરાતનું વાર્ષિક બજેટ અઢી લાખ કરોડ રૂપિયા છે, તો ગુજરાત સરકાર દર વર્ષે કાગળ પર માથાદીઠ 38000 રૂપિયા ખર્ચે છે, મારે તમને પૂછવું છે કે શું આ પૈસા કોઈને પહોંચે છે? વિકાસના નામે આ વિશ્વાસઘાત ગુજરાત સરકારે તમારી સાથે કર્યો છે. હવે 27 વર્ષની અહંકારી સરકારને હટાવવા માટે ગુજરાતની જનતાએ સાથે મળીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવી પડશે. અરવિંદ કેજરીવાલજી કહે છે કે, મેં દિલ્હીના દરેક વ્યક્તિને 300 યુનિટ વીજળી મફત આપી, દર મહિને 20,000 લિટર પાણી મફત આપ્યું, મોહલ્લા ક્લિનિક અને સારી સારવાર આપી, અદ્ભુત હોસ્પિટલ બનાવી, દરેક બાળકને શાનદાર શિક્ષણ આપ્યું, મહિલાઓ માટે મફત મુસાફરી કરાવી, દિલ્હીની વૃદ્ધોને મંદિરોનાં મફત દર્શન કરાવ્યા અને તે બધા કામના આધારે અરવિંદ કેજરીવાલજી વોટ માંગે છે.
જો તમે આંકડાઓ પર નજર કરશો તો તમને ખબર પડશે કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે અને 27 વર્ષ પહેલા લગભગ 35 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી. એટલે કે ગુજરાતની જનતાએ કોંગ્રેસને 35 વર્ષ અને ભાજપને 27 વર્ષ આપ્યા. જેમ દિલ્હી અને પંજાબના લોકોએ દાયકાઓ જૂની પરંપરાગત પાર્ટીઓને ઉથલાવી દીધી અને નવી જન્મેલી નાની ગરીબ આમ આદમી પાર્ટીને તક આપી, તેવી જ રીતે તમારે અરવિંદ કેજરીવાલજીને તક આપવી જોઈએ. હું તમને ખાતરી આપું છું કે તમે આમ આદમી પાર્ટીને એકવાર નહીં પણ વારંવાર વોટ આપશો.
જો છેલ્લા 62 વર્ષથી આ પાર્ટીઓ તમારી જિંદગી બહેતર નથી બનાવી શકી અને ગરીબી નથી મિટાવી શકી તો આવનારા સમયમાં પણ એ આ કામ નહીં કરી શકે. તો મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે જો તમે 35 વર્ષ કોંગ્રેસની અને 27 વર્ષ ભાજપને આપ્યા છે, તો હવે ફક્ત પાંચ વર્ષ અરવિંદ કેજરીવાલજીને આપીને જુઓ. જો પાંચ વર્ષમાં તમને અમારું કામ પસંદ ન આવે તો પાંચ વર્ષ પછી અમને વોટ ન આપતા. પરંતુ અત્યારે એક વખત આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને એક મોકો આપીને જુઓ. દિલ્હીમાં 15 વર્ષ જૂની સરકારને હટાવીને દિલ્હીના લોકોએ આમ આદમી પાર્ટી ને મોકો આપ્યો અને પંજાબના લોકોએ 50 વર્ષ જૂની કોંગ્રેસ અને અકાલીદલ ની સરકારને ઉખાડીને ફેંકી દીધી અને આમ આદમી પાર્ટીને મોકો આપ્યો. તો હવે આ જ રીતે ગુજરાતના લોકો કોંગ્રેસ અને ભાજપના 62 વર્ષના શાસનને ઉખાડીને ફેંકી દે અને આમ આદમી પાર્ટીને એક મોકો આપે.