અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શ્રીમતી શારદાબેન ચીમનલાલ લાલભાઈ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ ખાતે અંદાજિત રૂ.૫૦ લાખના ખર્ચે સંસદ સભ્ય હસમુખભાઈ એસ પટેલની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ તથા થ્રી ચીપ કેમેરા વિથ મેડિકલ ગ્રેડ મોનિટર એલ.ઈ.ડી લાઇટ સોર્સ એન્ડ કેબલ વિથ ફેસ ના સાધનોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મેયર કિરીટ પરમાર મ્યુનિસિપલ ભાજપ ના નેતા ભાસ્કર ભટ્ટ,રાજુભાઈ દવે ,મહાદેવ દેસાઈ ,સહીત સ્થાનિક કોર્પોરેટરો અને સંગઠન ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.