ફિલ્મના રિલીઝ પહેલા RRRના કલાકારો રામ ચરણ, જૂનીયર NTR અને ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીએ સ્ટેચ્યૂ ઓફ યુનીટીની મુલાકાતે છે. સોશિયલ મીડિયા પર તેમની તસ્વીરો વાયરલ થઈ રહી છે.
ફિલ્મ RRRના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલે તેમની તસવીરો શેર કરતા લખ્યું કે, આગ અને પાણી એકસાથે #StatueOfUnity પર ફિલ્મ RRR 25 માર્ચ 2022ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા જ દર્શકોમાં આ ફિલ્મને લઈ ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે
એક્શનથી ભરપૂર ફિલ્મ
ફિલ્મ RRR એક્શન અને ઈમોશન્સથી એકદમ ભરપૂર છે. ફિલ્મના ટ્રેલર રિલીઝની સાથે જ લોકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
ફિલ્મ RRR તામિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને અન્ય ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.
આલિયા અને અજય પણ ફિલ્મમાં
ફિલ્મ RRR તેની કાસ્ટને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. ફિલ્માં રામ ચરણ, જૂનીયર NTR, શ્રીયા સરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગણ જેવા દિગ્ગજ કલાકાર છે.