ગુજરાત ની 14મી વિધાનસભા સત્રના છેલ્લા દિવસે વર્ષ ૨૦૨૧ માટે સયાજીગંજ વિધાનસભા (વડોદરા શહેર) ના ભાજપ ના ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા અને વર્ષ ૨૦૨૨ માટે દાણીલીમડા વિધાનસભા (અમદાવાદ શહેર)ના ધારાસભ્ય શૈલેષભાઇ પરમારને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ આપીને બહુમાન કર્યું હતું..આ બન્ને ધારાસભ્યો નું ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આર્ચાય દ્વારા સન્માન કરાયું હતું આ પ્રસન્ગે તેમની સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ,સંસદીય બાબતો ના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ,વિપક્ષ ના નેતા સુખરામ રાઠવા ,ગુજરાત વિધાનસભા ભાજપ ના દંડક પંકજ દેસાઈ ,કોંગ્રેસ ના સી જે ચાવડા સહીત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.