માંગો ન સંતોષાતા માજી સૈનિકો હવે પોતાના સેના મેડલ કરશે પરત-રાજ્યપાલને આપશે મેડલ
ગાંધીનગરમાં છેલ્લા ચાર દિવસથી માજી સૈનિકોનો 14 માગોને લઇને આંદોલન ચાલી રહ્યુ છે, ત્યારે શનિવારે સરકારસાથે બેઠક નિષ્ફળ નિવડતા હવે તેઓએ રાજ્યપાલને પોતાના સેના મેડલ પરત કરશે તેવી જાહેરાત કરી દીધી છે, જે આવતી કાલે તેઓ આપવા માટે જશે, જેની જાહેરાત માજી સૈનિક સંધના પ્રમુખ જીતેન્દ્ર ભાઇ નિમાવતે કરીછે, જ્યારે આંદોલન ચાલુ રહેવાની જાહેરાત કરી દીધી છે,
ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટી દ્વારા રાજ્યમાં વ્યાપેલા આંદોલનને બંધ કરવા એન કેન રીતે વાર્તા લાપ કરી આંદોલન સમેટાઈ ગયાની જાહેરાત કરી દેવામાં આવે છે જયારે આંદોલન કરનાર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવે છે.
આજે માજી સૈનિકો દ્વારા સરકારના પ્રતિનિધિ મંત્રીઓ પાસે મુલાકાત કરવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા સહમતી આપવામાં ન આવતા માજી સૈનિક સંગઠન ડેલિગેશન પરત ફર્યું હતું.
ગાંધીનગર વિધાનસભા ગેટ નંબર ૧ ની બહાર ફૂટપાથ ૪ દિવસથીચાલી રહેલ આંદોલન મુદ્દે આજે ૧૫૦૦ જેટલી સંખ્યામાં માજી સૈનિકો એકઠા થયા હતાં.
માજી સૈનિકો એ તેમના પ્રમુખ જીતેન્દ્ર નિમાવત દ્વારા મુકવામાં આવેલ પ્રસ્તાવ ને સમર્થન આપ્યું હતું, જીતેન્દ્ર નિમાવત એ જાહેર કર્યું કે આવતી કાલે આપણે સહુ માજી સૈનિકો રાજ્યપાલ ને મેડલ જમા કરાવવા જઈશું અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરીશું.
માજી સૈનિક સંગઠનો ૧૪ મુદ્દાઓનો ઉકેલ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે અને તેઓ પોતાની માંગણી પૂરતી ઈચ્છી રહ્યા છે.
આજે માજી સૈનિકો સાથે પોલીસ પરિવાર, રહેમ રાહે નોકરી આંદોલન કારી, LRD ૨૦ % વેઇટિંગ લીસ્ટ વાળી બેહનોએ માજી સૈનિક સંગઠન આંદોલન સ્થળે ટેકો જાહેર કરીને સાથે જ ધરણાં કરવા બેસી ગયા છે.
આંદોલનકારીઓ પોતાના હકના નારા લગાવી રાજ્યમાં રહેલા પોતાના માજી સૈનિકોને ગાંધીનગર બોલાવી રહ્યા છે.
માજી સૈનિકોના આંદોલન અને આરોગ્ય કર્મીઓના આંદોલનના પગલે સરકાર દ્વારા રેન્જ વિસ્તારની પોલીસ સહિત, SRPF, RAF ની ટુકડીઓ વિધાનસભા ગેટ આગળ તહેનાત કરી દીધી છે.
https://youtu.be/Jpmy9o_EtCo
https://youtu.be/RJzGLkBF-kE