અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રામોલ માં દબાણો દૂર કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ / મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન-પરવારનગીના બાંધકામો દુર કરવાની ઝુંબેશના ભાગરૂપે એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ દ્વારા .
રામોલ-હાથીજણ વોર્ડમાં ટી.પી.સ્કીમ નં.૧૦૭(રામોલ) ના ફા.પ્લોટ નં.૯૨+૯૫/૨ માં આવેલ રૂદ્ર ઈન્ડ.એસ્ટેટ ના શેડ નં.૯ માં ઈન્ડસ્ટ્રીયલ પ્રકારનું બિન-પરવાનગીએ કરેલ ૧-યુનિટનું આશરે ૧૩૦૦ ચો.ફુટ બાંધકામ પૂર્વ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો સ્ટાફ, દબાણ વાન, ખાનગી મજૂરો તથા જે.સી.બી. મશીન દ્વારા દૂર કરેલ છે.
અમરાઈવાડી તથા વસ્ત્રાલ વોર્ડમાં એપ્રલ પાર્ક થી નિરાંત ચાર રસ્તા સુધીના મેટ્રો રૂટ પરના ટી.પી.રસ્તા પરથી ૦૨-નંગ લારી, ૦૧-નંગ ગલ્લો, ૦૨-નંગ કાઉન્ટર તથા ૩૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે અને પાકિઁગની સમસ્યાના નિવારણના ભાગરૂપે રોડ ઉપર બિન-અધિકૃત રીતે પાર્ક કરેલ ૦૮-નંગ ફોર વ્હીલર તથા ૦૫-નંગ થ્રી વ્હીલર આમ, મળીને કુલ-૧૩ નંગ વાહનોને લોક મારી, પેનલ્ટી પેટે રૂ.૨૨,૦૦૦/- વસુલ કરેલ છે.
આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ / મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન-પરવારનગીના બાંધકામો તેમજ બોર્ડ/બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.