GATE Result 2022: IIT ખડગપુર દ્વારા ગેટ 2022નું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. આ પરિણામ સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ પરીક્ષામાં બેસનાર તમામ ઉમેદવારો તેમનું પરિણામ તેમની સત્તાવાર વેબસાઇટ gate.iitkgp પર જોઈ શકશે. આ માટે ઉમેદવારોએ તેમના રોલ નંબર અને જન્મ તારીખ વગેરેનો ઉપયોગ કરવાનો રહેશે.
GATE Result 2022: આ તારીખે જાહેર થશે પરિણામ
IIT ખડગપુર દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિરિંગ (ગેટ) 2022નું પરિણામ 17 માર્ચ, 2022ના રોજ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમનું પરિણામ ચકાસી શકશે.
GATE Result 2022: 21 માર્ચથી ડાઉનલોડ કરી શકશો સ્કોરકાર્ડ
17 માર્ચના રોજ GATE 2022નું પરિણામ જાહેર થયા પછી ઉમેદવારો 21 માર્ચ, 2022થી તેમના સ્કોરકાર્ડ પણ ડાઉનલોડ કરી શકશે. આ માટે પણ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જ જવું પડશે.
GATE Result 2022: આ રીતે ચેક કરો પરિણામ
– ગેટની સત્તાવાર વેબસાઈટ gate.iitkgp.ac.in પર જાઓ.
– હોમ પેજ પર આપવામાં આવેલા લોગ ઈન ટેબ પર ક્લિક કરો.
– લોગ ઈન કરવા માટે તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
– તમારું ગેટનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
– તેને ડાઉનલોડ કરો અને તેની એક પ્રિન્ટઆઉટ કાઢી લો.
GATE Result 2022: આ મહિને યોજાઈ હતી પરીક્ષા
IIT ખડગપુર દ્વારા GATE 2022નું આયોજન 5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી, 2022 સુધી કરવામાં આવ્યું હતું. આ પછી પરીક્ષાની આન્સર કી 21 ફેબ્રુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી.