જૂની પેંશન યોજના લાગુ કરવા માટે ગોધરામાં યોજાઇ જંગી રેલી
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આદેશાનુંસાર પંચમહાલ જિલ્લા;દાહોદ જિલ્લા અને મહિસાગર જિલ્લાની ગોધરા ખાતે યોજાયેલી જંગી રેલી….
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યભરમાં આંદોલનોનો દોર ચાલુ થઈ ગયો છે. તેવામાં આજે ગોધરામાં સરકારની “નવી પેન્શન યોજના”નો વિરોધ કરી “જુની પેન્શન યોજના”ના અમલ માટે હજારો શિક્ષકો – કર્મચારીઓની મોટી રેલી કાઢીને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે.પંચમહાલ, દાહોદ, મહીસાગરના શિક્ષક કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા. તેમણે સરકારને “જૂની પેંશન યોજના” લાગુ કરવા માટે માંગ કરી છે અને જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.શિક્ષકો – સરકારી કર્મચારીઓનું આંદોલન
ગુજરાત રાજ્યમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવે છે તેમ આંદોલનોની સંખ્યા પણ વધી રહી છે.સરકારી કર્મચારીઓ અને શિક્ષકો પોતાની માગને સંતોષવા માટે આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન રવિવારે તમામ શિક્ષકો અને કર્મચારીઓ એકસાથે મળીને મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ત્યારપછી તેમણે રેલી કાઢીને પોતાની માગોને લઈને ઊગ્ર વિરોધ પ્રદર્શન હાથ ધર્યું હતું. ગોધરામાં ત્રણ જિલ્લાના આશરે દશ હજાર શિક્ષક કર્મચારીઓ ભેગા થઈ સરકાર વિરોધી સૂત્રેચ્ચાર કરી “જૂની પેન્શન યોજના” અને “સાતમા પગારપંચના ભથ્થા” તથા “પાંચ વર્ષની ફિક્ક્ષ પગારની નોકરી તા.૦૧/૦૪/૨૦૧૯’ થી સળંગ ગણવા”ની માંગણી કરી રહ્યાં હતાં; ત્યારપછી તમામ કર્મચારીઓએ ભવ્ય રેલી કાઢી હતી. જેમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયા હતા.કર્મચારીઓની મહત્ત્વપૂર્ણ માગ….જૂની પેન્શન સ્કીમ લાગૂ કરવી ; કાયમી ધોરણે જ ભરતી કરવી; કરાર આધારીત ભરતી પ્રથા બંધ કરવી; કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવી;મેડિક્લેમમાં 10 લાખ સુધીની સુવિધા આપવી ; નિવૃતી વય મર્યાદા ૫૮ ના બદલે ૬૦’ વર્ષ કરવી; આઉટસોર્સિંગના સ્થાને નિયમિત કાયમી કર્મચારીઓની નિમણૂંક કરવી; મૃતકના વારસદારોને ઉચ્ચક રકમના સ્થાને રહેમરાહે નોકરી આપવી; સાતમા પગાર પંચના બાકીના એરીયસના હપ્તા તાત્કાલિક રોકડમાં ચૂકવવામાં આવે…
તેમની માંગ છે કે “જૂની પેન્શન યોજના” સરકાર લાગુ કરે..લોકોના મત મુજબ જૂની પેન્શન યોજના લાગુ કરી કરીને વૃદ્ધાવસ્થામાં કર્મચારીઓ સુખમય જીવન પસાર કરે એની માંગણી કરાઈ છે…
“જુની પેન્શન યોજના” અને અન્ય માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું “ગુજરાત રાજ્ય માદયમિક શિક્ષક સંઘ મહામંડળ” મહામંત્રી અને મિડીયા કન્વિનર એસ.કે.પંચોલી જણાવે છે..