Jio શાનદાર પ્લાન લાવીને ગ્રાહકોને ખુશ કરતું રહે છે. જો આપણે સસ્તામાં વધુ ફાયદાની વાત કરીએ તો Jioનું નામ સૌથી પહેલા આવે છે. પ્રીપેડ ઉપરાંત Jio પાસે પોસ્ટપેડ માટે પણ ગજબના પ્લાન્સ છે. આજે અમે તમને Jioના એવા પોસ્ટપેડ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત ઓછી છે, પરંતુ ફાયદા ઘણા વધારે છે. આમાં, તમને 75GB ડેટા સાથે Netflix અને Amazon Primeનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે. ચાલો જાણીએ આ પ્લાન વિશે…
Jioનો 399 રૂપિયાવાળો પોસ્ટપેડ પ્લાન
Jioના 399 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં એક મહિના માટે 75 GB ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમાં કોઈ દૈનિક ગણતરી નથી. આટલો ડેટા તમે આખા મહિનામાં કોઈપણ દિવસ સુધી વાપરી શકો છો. જો ડેટા ખતમ થઈ જાય છે તો કંપની 1 જીબી ડેટા માટે 10 રૂપિયા ચાર્જ કરશે.
અનલિમિટેડ કોલિંગની સાથે Netflix-Amazon Primeનું ફ્રી સબ્સ્ક્રિપ્શન
આ પ્લાનના બેનિફિટ્સની વાત કરીએ તો સાંભળીને તમારા ચહેરા પર સ્મિત આવી જશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMS પણ આપવામાં આવશે. આ પ્લાનની સાથે તમને Netflix, Amazon Prime અને Disney + Hotstarનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળી રહ્યું છે. આ સિવાય Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવશે.
Jioનો 479 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન
Jio પાસે 479 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ છે, જેની વેલિડિટી 56 દિવસની છે, જેમાં દરરોજ 1.5 GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS પણ ઓફર કરે છે. આ સિવાય Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવશે.