નિઃશુલ્ક મેડિકલ સારવાર કેમ્પ” અને “સુપોષણ અભિયાન હાથ ધરાયુ
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન ડો.સુજય મેહતા અને શાસનાધિકારી એલ ડી દેસાઈ ની ઉપસ્થિતિ માં હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ની અમદાવાદ બ્રાન્ચ ના ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ સારવાર કેમ્પ અને સુપોષણ અભિયાન સ્કાઉન્ટ ભવન પાલડી હાથ ધરાયુ હતુ.એ દરમ્યાન 70 જેટલા તબીબો એ 630 બાળકોની મેડિકલ તપાસ કર્યા બાદ જરૂરી તમામ સપ્લિમેન્ટ્સ ઉપરાંત દવાઓ તેમને નિઃશુલ્ક આપી હતી.ગંભીર બીમારી ધરાવતા અને સર્જરી માટે બાળકો ની યાદી અલગ તૈયાર કરાઈ છે.જેમને તમામ પ્રકાર ની સેવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે.
બાળકો ને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફળો નું વિતરણ કરાયું હતું.તેમજ સેવા આપનાર તમામ તબીબો અને સંસ્થા ના સેવકો નું સન્માન કરાયું હતું..આ ઉપરાંત હોમિયોપેથીક કેમીસેટ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી અરિહંત શાંતિવર્ધક શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ પાલડી એ સેવાઓ આપી હતી