1 લાખ બાળકો ને સ્કાઉન્ટ ની પ્રવુતિ માં જોડવાનો લક્ષ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ માં 1960 થી સ્કાઉટિંગ પ્રવૃત્તિ ચાલે છે જે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઇડ સંઘ માં જુદા જુદા આયામો ની અંદર અગ્રેસર છે વિશ્વના 216 જેટલા દેશોમાં ચાલતી આ આંતર રાષ્ટ્રીય પ્રવૃત્તિ જે વિશ્વ બંધુત્વની એકતા ની ભાવના જાગૃત કરવા માટે એક ઉમદા જવાબદાર નાગરિક તરીકે પોતાના ક્ષેત્રમાં આગળ વધે છે અને રાષ્ટ્રને આગળ લાવવામાં પોતાનું યોગદાન આપી શકે છે
સ્કાઉટિંગ – ગાઇડિંગ એ વર્ગ નું શિક્ષણ નથી પરંતુ તે ખુલ્લી હવામાં પ્રકૃતિની ગોદમાં વિહરવાની, પ્રકૃતિના વિવિધ સૌંદર્યૉનો અનુભવ કરવાની હાઈકિગ, શિબિર જીવન દ્વારા અણમોલ તકો પૂરી પાડે છે ઓછામાં ઓછી જરૂરિયાતો વડે વધારેમાં વધારે સગવડો અને નિભૅળ આનંદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ આ પ્રવૃત્તિ શીખવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદ જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ માં ૩૭ જિલ્લા રેલી તથા કબ- બુલ બુલ ઉત્સવ યોજાઇ ગયા,દરેકે દરેક રાજ્ય રેલી તથા જામબોરી માં ભાગ લીધેલ છે, ઈન્ટરનેશનલ જામબોરી માં જાપાન,અમેરિકા માં સ્કૂલ બૉડ ના સ્કાઉટ ગાઇડ બાળકો એ ભાગ લીધો છે અને આગામી ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન દક્ષિણ કોરિયા ખાતે યોજાનાર ઈન્ટરનેશનલ જામબોરી માં ૧૮ સ્કાઉટ ગાઇડ બાળકો,૨ સ્કાઉટ માસ્ટર, ૨ ગાઇડ કેપ્ટન ભાગ લેનાર છે. હાલ માં 5000 જેટલા સ્કાઉટિંગ પ્રવૃતિ સાથે જોડાયેલ છે પરંતુ આગામી વર્ષ માં એક લાખ બાળકો સ્કાઉટિંગ માં જોડાય તે માટે ના પ્રયત્નો હાથ ધર્યા છે તેમજ વિશેષ માં આ વર્ષે સી- સ્કાઉટ રાજ્ય તથા દેશ કક્ષાએ સૌ પ્રથમ ૧૦૦ જેટલી સી-સ્કાઉટ સેના- કંપની શરૂ કરવામાં આવશે જેમાં 2400 જેટલા સ્કાઉટ ગાઇડ જોડાશે આમ સ્કાઉટિંગ માં જોડાયેલ બાળકો સ્કાઉટિંગ ના ચાર આધાર સ્તંભ (૧) ચારિત્ર્ય (૨) આરોગ્ય (૩) કળા – કૌશલ્ય (૪) સેવા પોતાના જીવનમાં વિકસાવે છે અને તેમનું જીવન જ તેમનો સંદેશ બને છે.એમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના શાસના અધિકારી એલ ડી દેસાઈ એ માહિતી આપતા કહ્યું હતું.
‘સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0’નો ધ્યેય સંપૂર્ણ કચરા મુક્ત શહેર બનાવવાનો છે. નરેન્દ્ર મોદી, વડાપ્રધાન
કોંગ્રેસ ના પાટીદાર નેતાઓ ખોડલ ધામ ના પ્રણેતા નરેશ પટેલ ના શરણે પહોંચ્યા