કોંગ્રેસ ના પાટીદાર નેતાઓ ખોડલ ધામ ના પ્રણેતા નરેશ પટેલ ના શરણે પહોંચ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસ ના નેતાઓ ખોડલ ધામ ના પ્રણેતા નરેશ પટેલ ના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા તેઓ એ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી અને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં કોંગ્રેસ ને સમર્થન આપવા માટે ટેકો માંગ્યો હતો.
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ખોડલ ધામ ના પ્રણેતા નરેશ પટેલ ફરી એક વખત ચર્ચા નું કેન્દ્ર બન્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકોટમાં કોંગ્રેસની પાટીદાર નેતાઓએ નરેશ પટેલ ના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.જેમાં સ્થાનિક તેમજ પ્રદેશ કોંગ્રેસના પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠક ને લઇ ને કોંગ્રેસના નેતા મનહર પટેલે માહિતી આપતા કહ્યું હતું કે , નરેશ પટેલ ભલે સક્રિય રાજકારણમાં જોડાય કે નહીં .નરેશભાઈ 2017ની ભૂમિકા જાળવી રાખશે તો પણ ગુજરાત કોંગ્રેસને ઘણો ફાયદો થશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંકલન સમિતિના પ્રમુખ સહિત 25 લોકોએ પાટીદાર સમાજના મોભી અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. એ દરમ્યાન ચર્ચા થઇ હતી કે અમે હાલ પીડા ભોગવી રહ્યા છીએ. 27 વર્ષથી ગુજરાત માં ભાજપ સત્તાસ્થાને હોવાથી સ્વાભાવિક કોંગ્રેસના લોકોને મુશ્કેલી પડી રહી છે. ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ કથળી છે . તે માટે કામ કરવા ઇચ્છતા હોવા છતાં કામ કરી શકતા નથી. આવા સમયે અમે સમાજના મોભી નરેશ પટેલ પાસે આગામી ચૂંટણી બાબતે માર્ગદર્શન મેળવ્યું છે. જેમાં સકારાત્મક અભિગમ સાથે તેમણે અમને ઊર્જા આપી છે.