પશુપાલન કાયદો ચોમાસા સત્ર પહેલા રદ કરવા ની માંગ સાથે 18 સપ્ટેમ્બર ના રોજ યોજાશે સંમેલન
પશુપાલન પાલન કાયદો રદ કરવા ની માંગ સાથે સમગ્ર ગુજરાત માં માલધારી સમાજ દ્વારા આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે .માલધારી સમાજ ની માંગ છે કે ચોમાસા સત્ર પહેલા કાળા કાયદા બાબતે સરકાર નિર્ણય કરે જે બાબતે રણનીતિ નક્કી કરવા માટે ટીંટોળા ખાતે મહાપંચાયત દ્વારા મિટીંગ નું આયોજન કરવામા આવેલ. આ મિટીંગ મા મહંત શ્રી લખીરામબાપુ ટીંટોળા,શ્રી મુંકુંદરામ બાપુ વડવાળા ધામ,શ્રી દશરથગીરીબાપુ વાળીનાથ ધામ, મહંત શ્રી બળદેવદાસજી બાપુ ચવેલી ધામ, મહંત શ્રી લખીરામબાપુ દેત્રોજ ધામ, મહંત શ્રી ગણેશદાસ બાપુ ઝાંક ધામ,શ્રી વિજયદાસ બાપુ શેરથા ધામ, મહંત શ્રી હરદેવદાસ બાપુ સાણંદ ધામ, મહંત શ્રી ધનશ્યામગીરી બાપુ થરા ધામ,ભુવાજી શ્રી શકરા બાપા ઉનાવા ધામ,ભુવાજી શ્રી કરમશીભાઇ કંબોઇ,ભુવાજી શ્રી વિક્રમભાઇ કમલીવાળા તેમજ બન્ને ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ ,રધુભાઇ દેસાઇ, નાગજી દેસાઈ .અને માલધારી સમાજના ધાર્મિક,સામાજીક ,રાજકીય આગેવોનો ની વિષેશ ઉપસ્થીતી મા સમગ્ર માલધારી સમાજ ના એક મહાસંમેલન ની તૈયારી કરવા બાબતે ચર્ચા કરવામા આવી જેમા આવનાર તા ૧૮/૦૯/૨૨ ના રવિવાર ના રોજ સવારે ૧૦ કલાકે શેરથા ટોલ પ્લાઝા પાસે રબારી સમાજ ધર્મગુરુગાદી ની જગ્યા શેરથા ટોલટેક્ષ પાસે,કલોલ મહેસાણા હાઇવે,શેરથા ખાતે યોજાશે.