મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગઢવી સમાજનું સ્નેહમિલન યોજાયું
મોટા દેશમાં વ્યાપક સુધારા લાવવા શક્ય જ નથી એવી માન્યતાને વડાપ્રધાને તોડી
ગુજરાતમાં વિકાસના કામો-યોજનાના લાભ છેવાડાના ગામ સુધી પહોંચતાં થયાં છે મુખ્ય:મંત્રી
વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતના કોવિડ મેનેજમેન્ટની નોંધ વિશ્વભરમાં લેવાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટને સાકાર કર્યું છે. ગુજરાત ૨૦ વર્ષની સુદીર્ઘ અને સફળ વિકાસયાત્રાથી દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગાંધીનગર ખાતે આયોજિત ગઢવી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએજણાવ્યું કે, ગુજરાતમાં વિકાસના કામો-યોજનાના લાભ છેવાડાના ગામો સુધી પહોંચતાં થયાં છે. રસ્તા, પાણી, ઊર્જા, સ્વાસ્થ્ય અને શિક્ષણની વ્યવસ્થા સાર્વત્રિક બની છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં ગુજરાતના વિકાસને સુદ્રઢ અને ગતિશીલ બનાવ્યો છે. કોરોનાને કારણે અનેક દેશો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા હતા, તેવા સમયે વડાપ્રધાનશ્રીએ જે કોવિડ મેનેજમેન્ટ કરી બતાવ્યું તેની નોંધ વિશ્વના વિકસીત દેશોએ પણ લીધી છે. કોરોનાને અટકાવવાનાં પગલાં, વેક્સિન-નિર્માણ અને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન, જેવાં પગલાં દ્વારા વડાપ્રધાનશ્રીએ દેશને મહામારીમાંથી સમયસર ઉગાર્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આટલા મોટા દેશમાં વ્યાપક સુધારા લાવવા શક્ય જ નથી એવી માન્યતાને તોડીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ, સ્વચ્છતા અભિયાન, ઓપન-ડિફેકેશન ફ્રી, ઉજ્જવલા અને ઉજાલા સહિતની અનેક વ્યાપક પહેલને સફળ કરી બતાવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવી રાખવા આ વર્ષે સરકારે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ આપ્યું છે. ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રાને આગળ ધપાવવામાં વર્તમાન સરકાર કોઈ જ પાછી પાની નહીં કરે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ ભગવાનદાસ પંચાલ, અધ્યક્ષશ્રી ઉદય કાનગડ, ઉમેદદાન ગઢવી, યોગેશ ગઢવી, મેહરભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
.