જય હિન્દ સાથે જણાવવાનું કે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે હું વાજા વિશાલ નિવૃત્ત આર્મી થી! મે નવેમ્બર 2021 ના રોજ સરકાર શ્રી ને એક આર.ટી.આઈ કરી હતી કે ગુજરાતના વીર જવાન શહીદ થાય છે ત્યારે તેના પરિવારને ગુજરાત સરકાર તરફથી સહાય ની રાશિ રૂપિયા 50 હજાર કુવારા શહીદ જવાનને અને પરણિત જવાન ને રૂપિયા 1લાખ ની સહાય મળતી હતી.
ત્યારબાદ મેં ગુજરાત સરકારને પત્ર વ્યવહાર દ્વારા આ બાબતે ધ્યાન દોર્યું પરંતુ સરકાર તરફથી કોઈપણ જાતનો જવાબ ના આવતા મેં એટલે કે હું વાજા વિશાલ એક સંકલ્પ લીધો કે હું દરરોજ બે કલાક જાહેર જનતાની વચ્ચે જઈશ અને તેમનો આ બાબતે અવગત કરાવીશ તથા એક પેપર ઉપર તે નાગરિકના સિગ્નેચર લઈશ અને મેં આ મિશન નું એક નામ મિશન 1 CR નક્કી કર્યું અને તારીખ 26 જાન્યુઆરી 2022 ના રોજ સવારના 6:00 વાગ્યા અમદાવાદ શહેરના પ્રહલાદ નગર ગાર્ડનથી આ મિશન ની શરૂઆત કરી ઘણી બધી તકલીફો નો સામનો કર્યો પણ એક સૈનિક હોવાનો નાતે ક્યારે હાર ના માની અને મિત્રો ત્યારબાદ આખા ભારતની અંદર થી લગભગ 17 લાખ માણસોએ સોશિયલ મીડિયાના દ્વારા આ મહિમા મારો સાથ આપ્યો અને અંતે સરકારે પણ આ બાબતે ગંભીરતા લઈ તારીખ 25 ઓગસ્ટ 2022 ના રોજ એક પરિપત્ર જાહેર કર્યો એટલે કે 25 ઓગસ્ટ 2022 થી જો કોઈ પણ જવાન ગુજરાતના વતની શહીદ થશે તો તેના પરિવારને રૂપિયા એક કરોડની સહાય ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે અને જો કોઈ ગેલેરી એવોર્ડ એટલે કે પરમવીર ચક્ર થી સન્માનિત શહીદ થશે તો તેવા કિસ્સામાં ટોટલ રૂપિયા 2 કરોડની સહાય ગુજરાત સરકાર તરફથી મળશે અને શહીદ ની પત્નીને પહેલા દર મહિને ₹1,000 ની સહાય આપવા આવતી તેની જગ્યાએ હવેથી ₹5,000 ની સહાય આપવામાં આવશે તથા તેના માતા પિતાને પહેલા દર મહિને ₹500 ની સહાય આપવામાં આવતી હવેથી તે રૂપિયા 5000 આપવામાં આવશે તથા તેના બે બાળકોને પહેલા ₹500 500 લેખે આપવામાં આવતા પરંતુ હવેથી તેના બે બાળકોને દર મહિને પાંચ 5000 હજારની સહાય આપવામાં આવશે!
હું વાજા વિશાલ ગુજરાતના દરેક નાગરિક તથા મારા વતન ભાવનગરના ભાવનગર સ્ટેટ શ્રી યુવરાજ શ્રી જયવીર રાજસિંહ જીનો તથા ભાવનગરની દરેક જનતાનો અને ભારતભરમાંથી જે કોઈ સાથે મિત્રોએ સોશિયલ મીડિયા ના માધ્યમથી મારી આ મોહિમ ને સાથ આપ્યો છે તેવા દરેકે દરેક ભારતના નાગરિક તથા વિદેશથી જે લોકોએ જે ભારતીય છે તેઓએ પણ આ મુહિમમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે જેથી હું વાજા વિશાલ ખાસ કરીને આ મહેનતમાં અમારી જે એક આખી ટીમ જે અમદાવાદ તથા ભાવનગર થી હતી જેમણે દિવસ રાત જોયા વગર આ બાબતને ખૂબ જ ગંભીરતા પૂર્વક લઈ અને સાથ આપ્યો તે બદલ હું આપ સર્વનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું
આ ઉપલક્ષથી આજે હું ભાવનગર સ્ટેટ શ્રી યુવરાજ શ્રી જય વીર રાજ સિંહ તથા ભાવનગરના માજી સૈનિક સંગઠન ના પ્રમુખ શ્રી મનીષભાઈ વાજા તથા શ્રીકૃષ્ણદેવસિંહજી તથા શ્રી રાણાજી અને દરેકે માજી સૈનિક નો તે દિલથી આભાર વ્યક્ત કરું છું
જય હિન્દ જય ભારત
