ગુજરાત નું ગૌરવ અવની મોદી અભિનીત મોદીજી કી બેટી 14 ઓક્ટોબર ના રોજ રિલીઝ થશે
Modi Ji Ki Beti Motion Poster: બૉલીવુડની ફિલ્મ ‘મોદી જી કી બેટી’ (Modi Ji Ki Beti) નો ફેન્સને બેસબ્રીથી ઇન્તજાર છે. આ ફિલ્મનું મૉશન પૉસ્ટર રિલીઝ થઇ ગયુ છે, અને ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં પિત્તોબાશ ત્રિપાઠી, અવનિ મોદી અને વિક્રમ કોચ્ચર લીડ રૉલમાં દેખાશે. ‘મોદી જી કી બેટી’ ફિલ્મને એડીસિંહે ડાયરેક્ટ કરી છે. મૉશન પૉસ્ટરની સાથે ફિલ્મની બદલાયેલી રિલીજ ડેટની જાણકારી ફેન્સને આપવામાં આવી છે, જોકે, હજુ સુધી ફિલ્મની કહાનીને લઇને કોઇ મોટો ખુલાસો નથી થયો.
ફિલ્મના મૉશન પૉસ્ટરની વાત કરીએ તો આમાં એક છોકરી બુરખા પહેરીને હાથ જોડેલી દેખાઇ રહી છે. વળી, તેની સામે કેટલીય ચેનલ્સના માઇક રાખવામાં આવેલા દેખાઇ રહ્યાં છે. તે છોકરીની વાત સાંભળવા માટે કેટલાય માઇક દેખાઇ રહ્યાં છે.
ડાયરેક્ટરે શેર કરી પૉસ્ટ –
ફિલ્મના ડાયરેક્ટર એડી સિંહે મૉશન પૉસ્ટર શેર કરતા લખ્યું- ના દેખી ના સાંભળેલી.. આ ઘટના કેવી રીતે ઘટી ? બતાવવા આવી રહી છે મોદી જી કી બેટી. એડીની પૉસ્ટ પર કેટલાય ફેન્સ કૉમેન્ટ કરીને આની પ્રસંશા કરી રહ્યાં છે.
આ દિવસે થશે ફિલ્મ રિલીઝ
‘મોદી જી કી બેટી’ ફિલ્મ પહેલા 16 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે આની રિલીઝ ડેટ બદલવામાં આવી છે, આ ફિલ્મ હવે 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.