કર્ણાટક હાઈકોર્ટે કહ્યું- સ્ટુડન્ટ્સ સ્કૂલ યુનિફોર્મ પહેરવાથી ઇન્કાર ન કરી શકે
હિજાબ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી
કર્ણાટક હાઇકોર્ટે હિજાબને ઇસ્લામનો હિસ્સો માનવાથી કર્યો ઇન્કાર,,સ્કુલ યુનિફોર્મ પહેરવુ ફરજીયાત કરી દેવાયુ છે તો હિજાબ મુદ્દે જોડાયેલી તમામ 8 અરજીને કોર્ટે ફગાવી દીધુ છે
કર્ણટકમાં ચલતા હિજાબ વિવાદ સમગ્ર દેશમાં ચર્ચાનો કારણ બની હતી ,ત્યારે કર્ણાટક હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે, કોર્ટે કહ્યુ છે કે હિજાબ ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી,,
તો હાઇકોર્ટે સ્કૂલ- કોલેજમાં હિજાબ માટે ઇન્કાર કર્યો છે. સાથે સરકારના એ આદેશનો પાલન કરવા કહ્યુ છે કે જેમાં સ્કુલ યુનિફોર્મને જરુરી ગણવામાં આવ્યો હતો,,
હાઇકોર્ટે ચુકાદામાં કહી આ વાતો
કોર્ટે હિજાબ વિવાદ સાથે જોડાયેલી તમામ 8 અરજીઓને ફગાવી દીધી.
સ્કૂલ કે કોલેજને પોતાનો યુનિફોર્મ નક્કી કરવાનો અધિકાર છે
સ્ટુડન્ટ્સ સ્કૂલ-કોલેજનો યુનિફોર્મ પહેરવાની ના પાડી શકે નહિ.
કોર્ટે ચુકાદા માટે આ આધાર રાખ્યો
કર્ણાટક હાઈકોર્ટમાં ચુકાદો સંભળાવતા પહેલા ચીફ જસ્ટિસ રિતુરાજ અવસ્થીએ કહ્યું કે આ મામલામાં બે સવાલ પર ધ્યાન આપવાનું છે. પ્રથમ વાત એ છે કે શું હિજાબ પહેરવો તે આર્ટિકલ
25 અંતર્ગત ધાર્મિક આઝાદીના અધિકારમાં આવે છે. બીજો મુદ્દો એ કે શું સ્કૂલ યુનિફોર્મ પહેરવો તે આઝાદીનો ભંગ છે. તે પછી હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો છે.
કોર્ટે કુરાનની નકલ માંગી
કર્ણાટક હાઈકોર્ટની બેન્ચે મામલાની સુનાવણી દરમિયાન અરજદાર તરફથી કરવામાં આવેલી દલીલની પુષ્ટિ માટે તેમની પાસે પવિત્ર કુરાનની નકલ માંગી હતી.
જસ્ટિસ દીક્ષિતે આ દરમિયાન પૂછ્યું હતું કે શું આ કુરાનની ઓરિજનલ નકલ છે, તેની પ્રમાણિકતા પર તો કોઈ વિવાદ નથી. આ અંગે એડવોકેટ જનરલે કહ્યું હતું કે કુરાનના ઘણા અનુવાદ છે.
1 જાન્યુઆરીથી શરૂ થયો હતો વિવાદ
કર્ણાટકમાં હિજાબ વિવાદ 1 જાન્યુઆરીથી શરૂ થયો હતો. અહીં ઉડુપીમાં કોલેજમાં હિજાબ પહેરીને આવેલી 6 મુસ્લિમ વિદ્યાર્થિનીઓ ક્લાસમાં બેસવા દેવાઈ ન હતી
. કોલેજ મેનેજમેન્ટે નવી યૂનિફોર્મ પોલિસીને આ પાછળનું કારણ જણાવ્યું હતું. ત્યાર પછી આ વિદ્યાર્થિનીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. વિદ્યાર્થિનીઓનો
તર્ક હતો કે હિજાબ પહેરવાની મંજૂરી ન આવી તે સંવિધાનના અનુચ્છેદ 14 અને 25 મુજબ મૌલિક અધિકારનું હનન છે.
કર્ણાટક હાઇકોર્ટના ચુકાદા ને સુપ્રિમ કોર્ટમાં પકડારવાની તૈયારી
કર્ણાટક હાઇકોર્ટના આદેશથી aimimના નેતા અસસુદ્દીન ઓવૈસીએ અસમ્મતિ વ્યક્તિ કરી છે તો કેટલી મુસ્લિમ સંગઠનો હાલ આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારવાનુ વિચારી રહ્યા છે,,હાલ આ તેમના એડવોકેટ હાલ આ ચુકાદાનો અભ્યાસ કરશે પછી તેના ઉપર નિર્યણ કરશે,,
1. I disagree with Karnataka High Court's judgement on #hijab. It’s my right to disagree with the judgement & I hope that petitioners appeal before SC
2. I also hope that not only @AIMPLB_Official but also organisations of other religious groups appeal this judgement…
— Asaduddin Owaisi (@asadowaisi) March 15, 2022