રાજયના ગૃહ વિભાગ દ્વારા 24 આઈ પી એસ અધિકારીઓ ની બદલીઓ કરાયા બાદ 82 કરતા વધુ નાયબ જિલ્લા પોલીસ અધિકારી ઓ બદલીઓ કરી દેવામાં આવી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને ધ્યાને રાખી ને કેન્દ્રીય ચૂંટણી પંચ ની ગાઈડ લાઈન મુજબ તમામ પોલીસ અધિકારીઓ ની બદલીઓ કરાઈ છે તમામ ને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ કરાયો છે