અમદાવાદ

કોંગ્રેસ પક્ષમાંથી મજુરા વિધાનસભાના પૂર્વ પ્રમુખ કેયુર શાહ આમ આદમી પાર્ટીમાં જોડાયાઃ ઇસુદાન ગઢવી

Published

on

કોંગ્રેસ પક્ષમાંથી મજુરા વિધાનસભાના પૂર્વ પ્રમુખ કેયુર શાહ આમ આદમી પાર્ટીમાં જોડાયાઃ ઇસુદાન ગઢવી

 

દરેક સમાજ અને ધર્મના લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને ગુજરાતમાં આવનારા પરિવર્તનને સુનિશ્ચિત કરી રહ્યા છેઃ ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના સતત વધતા પ્રભાવથી ભાજપ અને કોંગ્રેસમાં ભય ફેલાયો છેઃ ઇસુદાન ગઢવી

અન્ય પક્ષના પ્રામાણિક લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છેઃ ઇસુદાન ગઢવી

Advertisement

 

અમદાવાદ/ગુજરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સતત લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને જનતાનો પણ સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. ધીરે ધીરે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં મજબૂત બની ગઈ છે. આજે ગુજરાતના દરેક સમાજ અને ધર્મના લોકો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જી ની રાષ્ટ્રીય નીતિ થી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી અનેક મહાન હસ્તીઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે અને આ યાદીમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. આજે નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી ની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાંથી મજુરા વિધાનસભાના પૂર્વ પ્રમુખ કેયુર શાહને ટોપી અને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં શામેલ કરવામાં આવ્યા. કેયુર શાહ વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે અને સમાજમાં તેમનું ઘણું નામ છે.

Advertisement

 

શિવસેનાના બાગી નેતાઓની જેમ ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ

કેયુર શાહ સી.આર. પાટીલની લોકસભામાંથી આવે છે. કેયુર શાહે ગુજરાતમાં દિલ્હી જેવા ક્રાંતિકારી પરિવર્તન માટે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું છે. તેમનું કહેવું છે કે તેઓ અરવિંદ કેજરીવાલના કટ્ટર પ્રામાણિક અને દેશભક્તિથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને અરવિંદ કેજરીવાલે જે રીતે દિલ્હીમાં ક્રાંતિકારી કામ કરી બતાવ્યું છે, તે ગુજરાતમાં પણ થતું જોવા માંગે છે. જે રીતે દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી મળી રહી છે તેવી જ રીતે ગુજરાતની જનતાને પણ મફત વીજળી મળવી જોઈએ. આ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વિશ્વકક્ષાની બનાવવામાં આવી છે, તેવી જ રીતે ગુજરાતની જનતાને પણ વિશ્વ કક્ષાની આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા મળે તે જ મારું મુખ્ય લક્ષ્ય છે.

 

કયા પાટીદાર નેતાએ કહ્યુ કે બિન અનામત આયોગ અને નિગમને બંધ કરો

કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા

Advertisement

આજે ફરી એકવાર કોંગ્રેસનો વધુ એક નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયો છે અને તેનું સમગ્ર આમ આદમી પાર્ટી દ્વારા સ્વાગત કરે છે. આમ આદમી પાર્ટી હંમેશા એવા લોકોને અપનાવે છે, જેઓ દેશ અને લોકોની સેવા કરવા ઇચ્છે છે. દિવસે ને દિવસે આ રીતે પ્રામાણિક લોકોના જોડાવાના કારણે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની રહી છે. આ કારણે કોંગ્રેસ અને ભાજપ આમ આદમી પાર્ટીથી નારાજ છે. આવનારી ચૂંટણી માત્ર અને માત્ર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ થવાની છે અને લોકોના સમર્થનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની જનતા સાથે જન સમર્થન વાળી સરકાર બનાવવા જઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version