સ્પોર્ટ્સ
UAE ટી-20 લીગમાં ટીમ ખરીદશે શાહરુખ ખાન
દુબઈમાં પણ IPLની જેમ ટી-20 લીગ રમાશે. ટૂંક સમયમાં જ અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB)આ લીગની જાહેરાત કરી શકે છે. શાહરુખ ખાન આ લીગનો ભાગ બનશે. IPL અને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) તથા સાઉથ આફ્રિકા T20 લીગમાં કેપટાઉન નાઈટ રાઈડર્સની સાથે આ શાહરુખ ખાનની ચોથી ક્રિકેટ ટીમ હશે. UAEમાં મોટી સંખ્યામાં શાહરુખના ફેન છે. આ કારણે તે આ લીગમાં રોકાણ કરશે.
ક્રિકબઝ મુજબ આ ટૂર્નામેન્ટમાં 6 ટીમ ભાગ લેશે. મુંબઈ ઈન્ડિયન્સના માલિક મુકેશ અંબાણી, દિલ્હી કેપિટલ્સના ચેરમેન કિરણ કુમાર ગાંધી, માન્ચેસ્ટર યુનાઈટેડ અને કેપરી ગ્લોબલ કેપિટલ લિમિટેડના ફાઉન્ડર રાજેશ શર્મા લીગ માટે ટીમ ખરીદશે.
અદાણી ગ્રુપ સાથે પણ ECBની ડીલ લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. લીગને ICCએ માન્યતા આપી દીધી છે
અદાણી ગ્રુપ ટીમ ખરીદવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે
શાહરુખ ખાન IPL અને CPLમાં પહેલાં જ ટીમ ખરીદી ચુક્યો છે. અદાણી ગ્રુપ પણ તૈયાર અમીરાત ક્રિકેટ બોર્ડ અને અદાણી ગ્રુપના નજીકના સૂત્રો મુજબ બંને વચ્ચેની વાતચીત અંતિમ તબક્કામાં છે અને આગામી સપ્તાહ સુધીમાં ટીમની જાહેરાત થઈ શકે છે. ECBએ સીધી ગૌતમ અદાણી સાથે વાત કરી છે. છઠ્ઠી ટીમ માટે IPLના રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદારબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત અનેક ટીમ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડના લંકાશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબની સાથે સાથે બિગ બેશ લીગમાં સિડની સિક્સર્સ સાથે પણ વાતચીત કરવામાં આવી, પરંતુ હવે અદાણી ગ્રુપ ટીમ ખરીદવા માટે સંપૂર્ણરીતે તૈયાર છ
UAEમાં લોકલ ખેલાડીઓની ઉણપ છે.
જૂન-જુલાઈમાં શરૂ થઈ શકે છે લીગ ECB જૂન-જુલાઈમાં લીગની શરૂઆત કરવા માગે છે. UAEમાં લોકલ ખેલાડીઓની ઉણપ છે. તેથી ટૂર્નામેન્ટ ઘણી હદ સુધી વિદેશી ખેલાડીઓ પર નિર્ભર રહેશે. લીગની તમામ મેચ રાત્રે રમાશે. અમીરાત બોર્ડે ટૂર્નામેન્ટની સાથે મીડિયા અધિકારી પહેલાં જ 120 મિલિયન અમેરિકી ડોલરમાં 10 વર્ષ માટે વેચી દીધા છે. માન્ચેસ્ટર યુનાઈટેડ પણ ક્રિકેટ મેદાનમાં ઈંગ્લિશ ફુટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના માલિક ગ્લેઝર પરિવારે પણ આ લીગમાં ટીમ ખરીદશે. આ પહેલાં ગ્લેઝર પરિવારે IPLમાં 2 ટીમના ઓક્શનમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ ટીમ ખરીદવામાં સફળ થયા ન હતા. આ વખતે IPLમાં 8ની જગ્યાએ 10 ટીમ રમશે.
અમદાવાદ
ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ પદે ધનરાજ નથવાણી સહીત હોદેદારોની કરાઈ નિમણુંક

ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ પદે ધનરાજ નથવાણી સહીત હોદેદારોની કરાઈ નિમણુંક
ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ તરીકે રાજયસભાના સંસદ સભ્ય પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણી ની નિમણુંક કરવામાં આવી છે.જયારે ઉપ પ્રમુખ તરીકે હેમંત કોન્ટ્રાકટર ,,સેક્રેટરી તરીકે અનિલ પટેલ ,જોઈન્ટ સેક્રેટરી તરીકે મયુર પટેલ અને ખજાનચી તરીકે ભરત માંડલિયા ની નિમણુંક કરવામાં આવી છે..ગુજરાત ક્રિકેટ એસોસિએશન ની 86મી વાર્ષિક સભા શનિવારે યોજાઈ હતી જેમાં બી સી સી આઈ ના સેક્રેટરી ,એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન અને આઈ સી સી ના ફાયનાન્સ અને કમર્શિયલ કમિટીના પ્રમુખ જય શાહ ઉપસ્થિત રહ્યા હતા તેમનું જી સી એ ના તમામ હોદેદારોએ અભિવાદન કર્યું હતું તેઓએ તમામ હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા..
રાજ્ય સરકારના પ્રધાનનો મહિલા સાથે કથિત વાયરલ ઓડિયોથી હંગામો !
ગાંધીનગર
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ સાયક્લિંગ સ્પર્ધાને ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ સાયક્લિંગ સ્પર્ધાને ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે ૧૦:૦૦ વાગ્યે ગાંધીનગરના ચ-૦ સર્કલ ખાતેથી ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત ૧૧૯ કિલોમીટર પુરુષ ગૃપ સાયક્લિંગ સ્પર્ધાને ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે એશિયન સાયક્લિંગ કન્ફેડરેશનના સેક્રેટરી જનરલ ઓમકારસિંહે મંત્રી હર્ષ સંઘવીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.સાયક્લિંગ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ મનિન્દરપાલ સિંધ, સાયક્લિંગ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયાના ખજાનચી પ્રતાપ જાધવ તથા રમત ગમત ક્ષેત્રના અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત
વોલીબોલ અને સૂરત એક આદર્શ યાત્રા..

વોલીબોલ અને સૂરત
એક આદર્શ યાત્રા..
૧૯૭૮ માં રાજ્ય કક્ષા એ…..સૂરત વોલીબોલ ની ટીમ પહેલા રાઉન્ડ માંજ હારી ગઈ હતી.
ત્યાર બાદ જુસ્સો એવો આવ્યો કે ૩૦ જેટલી મહીલા ખેલાડી ૩૫ જેટલા યુવા ખેલાડી રાષ્ટ્રીયકક્ષાએ પહોચી ગયા
સૂરત શહેર માં વોલીબોલ રમતની શરૂઆત આમ તો ઘણા વર્ષોથી થઈ હશે પરંતુ મારી જાણમાં છે ત્યા સુધી સને ૧૯૭૬ પહેલાં સુરતમા કોઇપણ જાતના વોલીબોલ મંડળો હતા નહી. અને તે સમય દરમિયાન શુટિંગ વોલીબોલ રમાતુ હતુ. . ખરેખર શિસ્ટેમિટીક વોલીબોલ રમતની શરૂઆત જ્યારે સરકારની રમત પ્રશિક્ષણ કેંદ્રની કચેરીની શરૂઆત ૧૯૭૭ થી થઇ. સરકારશ્રી તરફથી વિવિધ રમતોના પ્રશિક્ષકોની ( કોચ) ની નિમણુંક થઇ અને વોલીબોલ કોચ કરણસિંહ ચાવડા ની પણ નિમણૂક અત્રે સૂરત થઇ ચાવડા સાહેબે ખુબજ ખંતથી વોલીબોલ રમતના વિકાસ માટે ખેલાડીઓની પસદંગી કરી ટી એન્ડ.ટી.વી. સાર્વજનિક હાઇ સ્કૂલ નાનપુરા ખાતે રમત ગમતના ગોડ ફાધર જયંત શુક્લા સાહેબ ના સંકલનમા રહી. પ્રશિક્ષણો યોજવાનું ચાલુ કર્યુ.
સુરતમા વોલીબોલ રમતની શરૂઆત થઇ. કોચ મળવાથી ખેલાડીઓમા પણ ખુબજ ઉત્સાહ હતો. ખેલાડીઓ તરફથી પણ ખુબજ સારો રિસ્પોન્સ મળ્યો. જેના પ્રતાપે સુરત જિલ્લાની શાળાકીય વોલીબોલ ભાઇઓની તથા બહેનોની ટીમો ઉભી થઇ ૧૯૭૮ મા રાજ્યકક્ષાએ ટીમો પહેલા રાઉન્ડમાજ હારી ગઇ. પરંતુ ખેલાડી તથા કોચના ઉત્સાહથી ખુબજ સારી રીતે ટ્રેનીગં ચાલતી હતી. ત્યાર બાદ ૧૯૭૯ મા ટીમોએ ભાગ લીધો અને ૨૫ વર્ષથી રમાતી શાળાકીય સ્પર્ધામાં ખેલાડીઓ દ્નારા ખુબજ સારુ પ્રદર્શન કરવાના હિસાબે પ્રથમ વાર સુરતની ટીમ વિજેતા થઇ , પ્રથમ સ્થાન પ્રાપ્ત ક્ર્યુ જેના હિસાબે રાજયની ટીમમાં ૧. શ્રી દિપક ગવર ૨.અશોક રાજપુત ૩. એહમદ શેખ ની પસંદગી થઇ રાષ્ટકક્ષાએ આસામ ગોહાટી ખાતે ભાગ લીધો. સાથે સાથે સુરતમાં વોલીબોલ એસોસીએશન ની સ્થાપના થઇ. તેથી રાજ્યમાં રમાતી એસોસીએશન ની સ્પર્ધામા પણ સુરતના ખેલાડીઓ પણ સારો દેખાવ પણ લાગ્યા . જેના હિસાબે પ્રથમવાર સુરતમાંથી ગણેશ સવાણીની સિનિયરની રાજ્યની ટીમમાં પસંદગી થઇ. વિવિધ એજ ગ્રુપમાં ટીમોના રીજસ્ટ આપવા લાગ્યા. જેના હિસાબે દર વર્ષે વધારે પ્રમાણમાં ખેલાડીઓની પસદંગી રાજ્યની ટીમમાં થવા લાગી. એક સમય એવો આવ્યો કે ચાર એજ ગ્રુપમાં ભાગ લીધો અને ચારે એજ ગ્રુપમાં ભાઇઓ બહેનોની ટીમો વિજેતા થઇ જેના હિસાબે.(૧) અહેમદ શેખ (૨.) ચંદ્નકાન્ત પવાર (૩.) રવિંદ્ર શિન્દે (૪.) કિશન પટેલ (૫. ) મનીષ નાયક (૬. )પરેશ ઘંટીવાલા (૭. )મુકેશ ઘંટીવાલા (૮.) અશ્વિન મહુધાગરાની વિવિધ ટીમોમાં રાષ્ટ્ર્કક્ષા માટે પસંદગી થઇ. તથા બહેનોના વિભાગમાં (૧.) સોનલ એંજીનીયર (૨. )દક્ષા શાહ( ૩. ) ઇલાક્ષી મૈસુરીયા( ૪.) નિલમ ગીલીટવાલા( ૫. ) વંદના સાવંત ની પસંદગી થઇ. ત્યારબાદ તો રાજ્યમાં દરેક વખતે રાજયની ટીમમાં ૧૦ થી ૧૨ વર્ષ બહેનોની ટીમો તો સાત ચેમ્પીયન રહી. અને લગભગ એ સમયે ૨૫ થી ૩૦ ખેલાડી બહેનો અને ૩૦ થી ૩૫ ખેલાડી ભાઇઓ રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધો ૧૯૮૦ થી ૧૯૯૦ નો ગાળો સુરતનો વોલીબોલ રમતનો સુર્વણ કાળ કહી શકાય.
એ સમય દરમિયાન ચાવડા સાહેબની પણ અન્ય સ્થળે ટ્રાન્સફર થઇ. ખેલાડીઓમા પણ ઉત્સાહ ઓછો થતો ગયો. ઘણા બધા ખેલાડી સિનિયરની રાજ્યની ટીમમા પણ પસંદગી પામી રાષ્ટ્રકક્ષાએ રમવા ગયા. જેમાં સિનિયર ભાઇઓની ટીમમાં (૧. )ગણેશ સવાણી (૨. ) દિપક ધિવર (૩.) અશોક રાજપુત( ૪.) એહમદ શેખ (૫.) ચંદ્રકાંત પવાર (૬) ધવલ યોયોવાલા (૭. ) મનીષ નાયક જેવા ખેલાડીઓ તથા બહેનોની પણ સિનિયરની ટીમમા એક સાથે ૭ બહેનોની પસંદગી થઇ એ સુરતમાં ખુબજ ગૌરવની વાત હતી. ત્યારબાદ ૧૯૯૦ થી કોઇપણ કોચ સુરત ખાતે ન હોવાથી સુરત વોલીબોલ નો ઉત્સાહ ઘટવા માંડ્યો.
શ્રી જયંત શુક્લા સાહેબની પ્રેરણાથી એહમદ શેખને શ્રી શુક્લા સાહેબે એન.આઇ.એસ ની પદવી માટે પટીયાલા મોક્લયા અને શ્રી શેખ એન.આઇ.એસ. કોચ બની તે પરત આવ્યા બાદ કોચ તરીકે સરકારી સેવામાં જોડાયા અને પ્રથમ પોસ્ટીંગ ભુજ થયુ. સુરતની વ્યકિતને ભુજમા પોસ્ટીંગ આપ્યુ પરંતુ સુરતના શ્રી શેખ ખુબજ મહેનત શરૂ કરી અને ભુજ માંથી કુ. કેના ધોળકીયા નામની ખેલાડી જેઓ ભારતની ટીમમાં પસંદગી પામી અને ભારતની ટીમના કેપ્ટન તરીકે જુનિયર એશિયન ચેમ્પીયનશીપમાં ભાગ લીધો જે ગુજરાતન ઇતિહાસમાં પ્રથમ મહીલા ખેલાડી હતી. જેમણે ગુજરાતનું નામ રાષ્ટ્રમાં રોશન કર્યુ. ૧૯૯૦ થી ૨૦૦૨ સુધીનો કાળ સુરત માતે અંત્યત ખરાબ સમય હતો.
૨૦૦૨ પછી ફરીથી સુરતમાં વિવિધ શાળાઓમાં સારૂ કામ શરૂ થયુ અને ફરીથી સુરત પહેલાની જેમ એજ્ગ્રુપ અને સિનિયર ગ્રુપમાં સારૂ પ્રદર્શન કરવા લાગ્યા . પહેલાની જેમ ફરીથી સુરતમાંથી ખેલાડીઓ ગુજરાતની ટીમમાં રાફડાની જેમ પસંદ થવા લાગ્યા . જેમાં સિનિયર માં શ્રી જય એન. પટેલ સતત સાત વાર સિનિયરની ટીમના પસંદગી પામ્યા. (૧) શ્રી રેવા ભરવાડ (૨) રોમીત બુનકી (૩) રાજ બુનકી (૪) મેહુલ ગાંધી (હાલમાં પ્રાધ્યાઓઅક, સાબરગામ કોલેજ).( ૫) અંકુર ગાંધી ૬) સુહાસ ગની વાલા (હાલમાં ગુજરાત પોસ્ટલમાં નોકરી) (૭) નિરવ કાકોરીયા. (પોસ્ટલ) તમામ ખેલાડીઓ એજ ગ્રુપ તથા સિનિયરમાં પસંદગી પામી રાષ્ટ્રકક્ષાએ રમ્યા હતા. જે થી લગભગ ૨૦૧૪ સુધીનો કાળ પણ સુરત માટે ખુબજ સરસ રમ્યા.
હાલમાં સુરત ખાતે વોલીબોલની રમતમાં ઉત્સાહ ખુબજ ઓછો હોય એમ લાગે છે કારણ કે ઘણી વાર સુરતની ટીમો રાજયકક્ષાએ ગેર હાજર જણાય હોય છે. સુરત શહેર માંથી હાલમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ખેલાડી સુરત માંથી રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામ્યા નથી જે સુરત માટે સત્વંત દુખની વાત છે.
ગત વર્ષે ભીમપોર નો એક ખેલાડી સમર્થ પટેલ જેઓ નડીયાદ વોલીબોલ એકેડેમીમાં હતા અને એમણે ભારતની યુથની ટીમ માંથી પસંદગી પામી આંતર રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ સુરતનાં ખેલાડી તરીકે નામ રોશન કર્યુ છે. જેઓ ગુજરાત માંથી પ્રથમ આંતર રાષ્ટ્રીય ખેલાડી બન્યો છે.
છતાં હાલમાં સુરત શહેરમાં વોલીબોલ ઓછુ રમાતુ હોય એમ લાગે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ જેમકે ભીમપોર, ડુમસ તથા નવસારીના કાંઠા વિસ્તારમાં વોલીબોલ ખુબ સારા પ્રમાણમાં રમાતુ જોવા મળે છે. જેથી જો સુરત શહેરમાં પણ જો એસોસીએશન દ્વારા વધુ સ્પર્ધાઓ કે કેમ્પનાં આયોજન કરવામાં આવે તો ચોક્કસ પણે સુરત ફરીથી વોલીબોલની રમતમાં સોનાની મુરત બની શકે. વધુમાં જણાવવાનું કે હાલમાં રાષ્ટ્રકક્ષાએ ગુજરાતનો સુવર્ણ કાળ બહેનો તથા ભાઇઓ બન્ને વિભાગમાં છે. ગુજરાતનું રાષ્ટ્રકક્ષાએ ખુબજ સારુ પ્રદર્શન છે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૧૨ થી ૧૫ ખેલાડીઓ આંતર રાષ્ટ્રીય કક્ષાએ રમ્યા છે. જેમાથી સમર્થ પટેલ જે સુરત ભીમપોરનાં ખેલાડી છે ખરેખર સૌએ સાથે મળી સુરતને ફરીથી ઉભુ કરવાની જરુર છે. ખાસ કરીને વોલીબોલ એસોસીએશને ધ્યાન આપવાની જરુર છે. જે એસોસીએશન દ્વારા જો ફરીથી કામ શરુ કરવામાં આવે તો ચોક્કસ પણે સુરત પહેલાની જેમજ ઝળકી શકે.(વોલીબોલ કોચ
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ