માન્ય બ્રહ્મભટ્ટ ને ભારત સરકારે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી ગંભીર બીમારી માં 50 લાખ ની કરી સહાય
નડિયાદના 9 વર્ષના બાળક .માન્ય બ્રહ્મભટ્ટને DMD જીનેટીક મસ્ક્યુલર ડીસ્ટ્રોફી નામની રેર બીમારી થઇ છે. જેની સારવાર ખુબ મોંઘી છે. આ રાજય સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ગુજરાત સરકારમાં તેની સારવારના ખર્ચમાં સહાય માટે રજૂઆત કરી હતી.જેને ધ્યાને રાખીને ભારત સરકારની રેર ડીસિઝ પોલિસી મુજબ સરકાર દ્વારા ₹ 50 લાખ સારવારની સહાય પેટે મંજૂર કરવામાં આવ્યા છે અને ભારત સરકાર દ્વારા ગંભીર રોગોની સારવાર માટે માન્યતા પ્રાપ્ત મુંબઈની KEM હોસ્પિટલ ખાતે ચિ. માન્યને આ સારવાર પ્રાપ્ત થશે.
આ સહાય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી , મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ,ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈનો સમગ્ર ગુજરાતનો બ્રહ્મભટ્ટ સમાજ આભાર માને છે..
ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !