અમદાવાદ

ગુજરાતમાં 3,84,000 બાળકો કુપોષિત છેઃ ઇસુદાન ગઢવી

Published

on

ગુજરાતમાં 3,84,000 બાળકો કુપોષિત છેઃ ઇસુદાન ગઢવી

દલા તરવાડીની જેમ પ્રજાની તિજારીને લુંટાવતા ભાજપના શાસકો-અમિ રાવતનો આરોપ !

ગુજરાતમાં કુપોષિત બાળકોના આંકડા ગુજરાત સરકારનું ભયાનક ચિત્ર દર્શાવે છેઃ ઇસુદાન ગઢવી

સીઆર પાટીલે પોતે ભાજપની નિષ્ફળતા સ્વીકારી છેઃ ઇસુદાન ગઢવી

કુપોષિત બાળકોની યાદીમાં ગુજરાત ટોચ પર છેઃ ઇસુદાન ગઢવી

Advertisement

કુપોષણ ખતમ કરવા માટે સરકારે કોઈ કામગીરી કરી નથી: ઈસુદાન ગઢવી

કુપોષણ મુદ્દે ગુજરાતની જનતા ભાજપને જડબાતોડ જવાબ આપશેઃ ઇસુદાન ગઢવી

સરકારની ખોટી નીતિઓને કારણે છેલ્લા 1 વર્ષમાં 2 લાખ બાળકો કુપોષિત થયાઃ ઇસુદાન ગઢવી

રાજ્ય સરકારના કાયદાના વિરોધમાં માલધારી સમાજે શરુ કર્યો પત્રિકા યુધ્ધ !

ઇસુદાન ગઢવીએ જણાવ્યું છે કે ગુજરાત સરકારના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં 384000 જેટલા કુપોષિત બાળકો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, 6 મહિનાથી 23 મહિનાની વચ્ચેના 89 ટકા બાળકોને યોગ્ય માત્રામાં ખોરાક મળતો નથી. અને સમગ્ર ભારતમાં સૌથી ખરાબ હાલત ગુજરાતના બાળકોની છે.

Advertisement

તેમણે પોતે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અન સી.આર.પાટીલ અમુક બાળકોને દત્તક લેવાની વાત કરે છે પણ બાકીનાનું શું?

આજ સુધી ગુજરાતમાં ભાજપ સરકાર એવી કોઈ વ્યવસ્થા નથી કરી જેના દ્વારા કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવામાં આવે.

મારે સી.આર.પાટીલ જી ને પૂછવું છે, શું તમે કોઈ ગામમાં એક રાત રોકાયા છો? બનાસકાંઠા જેવા જિલ્લામાં 26000 થી વધુ બાળકો કુપોષિત છે. તે માત્ર એક જિલ્લાની વાત છે. તો કલ્પના કરો કે આખા ગુજરાતમાં કેટલા બાળકો કુપોષિત હશે.

શું કોઈ સરકારે ક્યારેય આ કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાનો વિચાર કર્યો છે? કુપોષિત બાળકોને કેવો ખોરાક આપવો જોઈએ અને આ માટે કેટલું બજેટ નક્કી કરવું જોઈએ, શું આ બધા વિશે ભાજપ સરકારે ક્યારેય વિચાર્યું છે?

આજે સી.આર.પાટીલજી એ પોતે સ્વીકાર્યું કે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘણી વધારે છે અને તે આપણા શાસનમાં થયું છે. સી.આર. પાટીલજીએ સ્વીકાર્યું કે હવે અમે આ બાળકોને કુપોષણમાંથી બહાર કાઢી શકતા નથી.

Advertisement

હવે સમય આવી ગયો છે કે ગુજરાતની જનતા ભાજપને જવાબ આપે.

કુપોષિત બાળકો કુપોષણમાંથી બહાર આવી શકે તે માટે છેલ્લા 27 વર્ષમાં ભાજપ સરકારે એવું કોઈ કામ કર્યું નથી. કુપોષિત બાળકો ઘટવાને બદલે વધ્યા છે. છેલ્લા એક વર્ષમાં 2 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે.

આપની બિકીની ગર્લ પ્રચાર માટે આવી શકે છે ગુજરાત !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version