મણિનગર વિધાનસભામાં 250 વિવિધ પક્ષોના કાર્યકરો આપમાં જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો મૈદાને ઉતરી ગઇ છે,ત્યારે આમ આદમી પાર્ટીએ વિપુલ પટેલને મણિનગર વિધાનસભામાંથી ટિકીટ આપી છે, છેલ્લા 35 વરસમાં પ્રથમ વખત એવુ થયુ છે કે કોઇ પાર્ટીએ લાંભા વોર્ડ અને નારોલ ગામમાથી ટિકીટ આપી હોય , વિપુલ પટેલ સ્થાનિક હોવાના કારણે તેમને સમગ્ર વિસ્તારમાં સારો પ્રતિસાત મળી રહ્યો છે,લાંભા વોર્ડમાં તેમના પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડે છે,સાથે મંગળવારે સાંજે મોટી સંખ્યામાં ભાઇ બહેનો અને કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા,તેની સાથે જ વિપુલ પેટલે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે,