ગુજરાત કોગ્રેસના 20 ધારાસભ્યો ભાજપના ટાર્ગેટ પર !
ગુજરાતમાં આ વખતે ભાજપની જીતની ચિન્તા નથી, પણ જે નરેન્દ્રમોદી ન કરી શક્યા તે કામ હવે ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કરવા માંગે છે, તેઓ માધવ સિહ સોલંકીને 149 સીટો જીતવાનો રેકોર્ડ તોડવા માંગે છે
સુત્રોની વાત સાચી માનીએ તો ભાજપે કોગ્રેસના 20થી ધારાસભ્યોની યાદી તૈયાર કરી દીધી છે, જેમને ભાજપમાં લાવવાના પ્રયાસો શરુ કરી દેવાયા છે,, તો સામે કોગ્રેસે પણ બીજેપીના ધારાસભ્યોને તોડવાની રણનિતિ બનાવી છે,
જોઇએ પંચાત ટીવીનો એક્સક્લુસીવ રિપોર્ટ,
ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !
20 હજારથી વધુ બુથોને મજબુત કરવાનો પ્લાન !
ગુજરાતમાં ભાજપ કોઇ પણ કાળે હવે 150 સીટો જીતવા માટે રણનિતિ બનાવી રહી છે, જેના માટે એક એક સીટ ઉપર પેજ સમિતીને લઇને ચર્ચાઓ થઇ રહી છે,કયા બુથ નબળા છે તેની યાદી પણ અલગથી તારવવામાં આવી છે
2017માં જે બુથો ઉપર ભાજપનુ પ્રદર્શન નબળુ રહ્યુ તેવા બુથોને તો મજબુત કરી રહ્યા છે.સાથે 20થી વધુ એવી સીટો જ્યા ભાજપે જીત તો હાંસલ કરી હતી પણ ત્યાં જીતનુ માર્જીન ઓછુ હતુ, તેવા 15 હજાર કરતા વધુ બુથોને મજબુતકરવાની કામગીરી શરુ કરી દેવાઇ છે.
આ બુથો ઉપર પ્રભાવશાળી સમાજીક આગેવાનો, સાધુ સંતો,એનજીઓ, ભજન મંડળીઓ સાથે કોર્ડીનેશન રાખવા માટે નિશ્ચિત નેતાઓને જવાબદારી સોપાઇ છે,જેના માટે રોજે રોજ અપડેટ પણ લેવાય છે.
ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું !
ભાજપની રણનિતી કોગ્રેસને તોડવાની !

ભાજપના સુત્રોની માનીએ તો થોડા દિવસ પહેલા પ્રદેશ અઘ્યક્ષ, સંગઠન મંહામંત્રી રત્નાકરજી, સહિત પક્ષના વરિષ્ઠ આગેવાનોની બેઠક યોજાઇ હતી, જેમાં સંધના પણ પદાધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા,જેમાં ગુજરાતની
રાજકિય અને સામાજિક સ્થિતિ બાબતે ચર્ચા થઇ,,જેમાં 182 સીટો કઇ રીતે જીતી શકાય તેને લઇને રણનિતિ નક્કી કરાઇ છે, જેમાં કોગ્રેસના મજબુત ધારાસભ્યો જેમને ભાજપના નેતાઓ ન હરવી શક્યા તેવા પ્રજા વત્સલ,જનાધારવાળા કોગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં કઇ રીતે લાવી શકાય તેને લઇને મંથન કરાયુ છે, સાથે એક ટાર્ગેટ લિસ્ટ પણ તૈયાર કરાયુ છે,ત્યારે પંચાત ટીવીને એ લિસ્ટમાં થી કેટલાક નામો જાણવા મળ્યા છે,
આ નામોની વાત કરીએ તો
કિરીટ પટેલ,- પાટણ
સી જે ચાવડા ઉર્ફે ચતુર સિહ ચાવડા- ગાંધીનગર ઉત્તર
નિરંજન પટેલ-પેટલાદ
બળદેવજી ઠાકોર- કલોલ
અશ્વિન કોટવાલ-ખેડ બ્રહ્મા
સંતોક બેન અરેઠીયા,,રાપર
શૈલેષ પરમાર દાણી લિમડા
સુનિલ ગામીત-વ્યારા
રાજેન્દ્ર સિહ પરમાર- બોરસદ
અંબરિશ ડેર- રાજુલા
ઇન્દ્રજીત સિહ ઠાકોર઼- મહુધા
મહેશ પટેલ- પાલન પુર
કનુભાઇ બારૈયા- તલાજા
વિમલ ચુડાસ્મા, ટાર્ગેટ ( જોડાશે નહી)
ડાભી કાળા ભાઇ રૈઇજી ભાઇ (જોડાઇ શકે છે) કપડવંજ
રાજેશ ભાઇ ગોહિલ, ધંધુકા
પઢીયાર જશપાલ સિહ – પાદરા
વજેસંગ ભાઇ પણદા- દાહોદ
પ્રતાપ દુધાત-સાવરકુંડલા
જેવા ધારાસભ્યોનો સંપર્ક કરવા માટે સ્થાનિક આગેવાનો, ભાજપ સમર્થિત સમાજિક આગેવાનો, વ્યાપારી પ્રતિનિધીઓ, સાધુ સંતો, ઉદ્યોગપતિઓને સુચના આપી દેવાઇ છે. તો કેટલાક ધારાસભ્યનો કમલમ પેકેજનો લાભ આપવાની શરુ કરી દેવાઇ છે. તો કેટલાક કોગ્રેસી ધારાસભ્યોએ સીધી સટ્ટ ના પાડી દીધી છે.તો કેટલાક ધારાસભ્યો થોભો અને રાહ જોવોની સ્થિતિમાં છે.
કોગ્રેસની શુ છે રણની

તો બીજી બાજુ કોગ્રેસ પણ ભાજપના ધારાસભ્યો ઉપર ડોળો નાખીને બેઠી છે, ખાસ કરીને આ વખતે ભાજપ ચાર ટર્મ અને 65 વરસથી ઉમર ધરાવતા ધારાસભ્યોની ટીકીટ કાપી નાખવાની છે, સુત્રો કહે છે કે 60 થી
વધુ ધારાસભ્યોની ટિકિટ કપાવવાની સંભાવના છે, તેવા સંજોગોમાં કોગ્રેસ આવા સિનિયર ધારાસભ્યો અને પુર્વ પ્રધાનોનુ સંપર્ક કરવાની યોજના બનાવી છે, ખાસ કરીને ભાજપમા ગયેલા અને મુળ કોગ્રેસી વિચારધારા
ધરાવતા ધારાસભ્યોની ઘર વાપસી કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે,, કેન્દ્રિય નેતાગિરીની લીલી ઝંડી મળ્યા બાદ ભાજપથી નારાજ ધારાસભ્યોને કોગ્રેસનો ખેસ પહેરાવીને ટિકિટના કમિટમેન્ટ સાથે કોગ્રેસમાં જોડવાનો અભિયાન શરુ કરાશે, ભુતકાળમાં કોગ્રેસે બાવકુ ઉધાડ, ધીરુ ભાઇ ગજેરા સહિતના નેતાઓને ટિકીટ આપી ચુકી છે, ત્યારે ભાજપના કેસરી સિહ સોલંકી ,ગોવિંદ પરમાર કોગ્રેસમાં આવી શકે છે, તો સાથે ભાજપથી નારાજ એવા મુળ કોગ્રેસી એવા કુવરજી બાવળીયા એવા કોગ્રેસમાં પરત જઇ શકે છે. તેમ સુત્રો કહી રહ્યા છે.