ઇન્ડિયા
ધોરણ 10નું પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં અંદાજે રાજ્યના 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. CCTV કેમેરા સહિતની કડક વ્યવસ્થાઓ વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આજે ધોરણ-10ના 9.64 લાખ વિદ્યાર્થીઓએ પ્રથમ પરીક્ષા આપી. ભાષાનું પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આજે પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. પેપર પૂર્ણ થતાં સ્કૂલની બહાર પોતાના સંતાનને લેવા આવેલા વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી.
ધોરણ 10 બોર્ડની પરીક્ષાની શરૂઆતમાં આજે પહેલું પેપર ભાષાનું છે. પરીક્ષાના પહેલા દિવસે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને પોતાની બેઠક વ્યવસ્થા ક્યા બ્લોકમાં છે તે સુનિશ્ચિત કરી હતી. પ્રથમ દિવસ હોવાના કારણે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર બહાર જોવા મળ્યા હતા.
મહત્વનું છે કેકોરોના મહામારીના કારણે દરેકને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે ઓફલાઈન પરીક્ષા લેવામાં આવી છે. આ મામલે એક વિદ્યાર્થિનીનું કહેવું છે કે, બોર્ડની પરીક્ષાને લઈ સારી એવી તૈયારી કરી છે પરંતુ શરૂઆતમાં થોડી નર્વસનેસ હતી. કોરોના બાદ પ્રથમ પરીક્ષા છે અને એ પણ બોર્ડની જેના કારણે થોડો ડર લાગતો હતો. તૈયારીઓ પુરતી કરી છે એટલે સારા એવા માર્કસ મળશે.