ગાંધીનગર

તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ૧૭મા ગ્રામિણ ઓલમ્પિકનું કરાયું આયોજન

Published

on

તા.૧લી સપ્ટેમ્બર-૨૦૨૨ થી ૩જી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન યોજાનાર આ ગ્રામિણ ઓલમ્પિકમાં પરંપરાગત રમતોનો કરાયો સમાવેશ
.
રસ ધરાવતા ઇચ્છુક રમતવીરોએ તેમની એન્ટ્રીઓ તા.૨૨ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે
.
તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા તા.૧લી સપ્ટેમ્બર-૨૦૨૨ થી ૩જી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન ૧૭મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ગ્રામિણ ઓલમ્પિકમાં ભાઇઓ માટે ટુંકી દોડ, લાંબીદોડ (૪ X ૧૦૦ મીટર રીલે દોડ), લાંબી દોડ ૩૦૦૦ મીટર, લાંબીકૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, સ્લો સાયકલીંગ, મત્સ્યવેધ (આર્ચરી), કબડ્ડી, રસ્સા ખેંચ, લાકડી ફેરવવી , ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, અશ્વ દોડ, બળદગાડા દોડ, અશ્વ હરીફાઇ રેવાલ જેવી રમતોનો સમાવેશ કરવામં આવ્યો છે. જ્યારે બહેનો માટે ટુંકી દોડ, લાંબી દોડ, (૪ X ૧૦૦ મીટર રીલે દોડ), ૩૦૦૦ મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, વોલી બોલ ,કબડ્ડી, લંગડી, દોરડા કુદ (રોપ સ્કીંપીગ) માટલા દોડ, નારગોચું (નારગોલ) જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે
આ ગ્રામિણ ઓલમ્પિકમાં ભાગ લેવા ઇચ્છતી આપના જીલ્લાની ટીમોની તેમજ ઇચ્છુક રમતવીરોની એન્ટ્રીઓ “જીલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પાર્થ.આર.ચૌહાણ (૯૮૯૮૯ ૭૪૪૪૮) – સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પીનીંગ મીલ સામે, મીલ રોડ, જી.સુરેન્દ્રનગર મું.લીંબડી-૩૬૩૪૨૧”ને તા.૨૨ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં સમયસર મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. આ અંગેના એન્ટ્રી ફોર્મ દરેક જીલ્લાના જીલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતેથી ઉપલબ્ધ થશે તેમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના મુખ્ય કોચની યાદીમાં વધુમાં જણાવાયુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version