delhi
16 આર્મી જવાનોના મોત ચાર જવાનોને ગંભીર ઇજા કેન્દ્રીય રક્ષા પ્રધાને દુઃખ વ્યકત કર્યું
16 આર્મી જવાનોના મોત ચાર જવાનોને ગંભીર ઇજા કેન્દ્રીય રક્ષા પ્રધાને દુઃખ વ્યકત કર્યું
સિક્કિમમાં શુક્રવારે સવારે ઊંડી ખીણમાં આર્મીની બસ પડી જતાં 16 જવાનના મોત નિપજ્યા છે જયારે ચાર જવાનોને ગંભીર ઈજાઓ થવા પામી છે ત્યારે કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથસિંહે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. અને ઇજાગ્રસ્તોને તમામ મદદ કરવા માટે તંત્રને સૂચના આપી છે.
જવાનોને લઈને જઈ રહેલ આર્મી બસ ભારત-ચીન સરહદની ઉત્તર સિક્કિમમાં શુક્રવારે દુર્ગમ સ્થાન પહોંચી હતી.એ દરમ્યાન તેમનું વાહન રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં 16 આર્મી જવાનમૃત્યુ પામ્યા હતા.અને ચાર જવાનોને ગંભીર ઈજાઓ થવા પામી છે.અત્યારે તમામ ઈજાગ્રસ્ત જવાનોને ઉત્તર બંગાળની આર્મી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. રાજધાની ગંગટોકથી લગભગ 130 કિલોમીટરના અંતરે આવેલા લાચેનથી લગભગ 15 કિલોમીટર દૂર ઝેમા-3 ખાતે સવારે આ દુર્ઘટના બની હતી.