દર અઠવાડિયે, મહિને અને વર્ષે કેટલાક દિવસો એવા હોય છે જે ધર્મ-જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસોમાં દેવી-દેવતાઓથી લઈને ગ્રહો સુધીની કૃપા વરસે છે અને વ્યક્તિને પોતાના જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર કરીને સુખ-સમૃદ્ધિ લાવવાની તક મળે છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશી પણ આવો જ એક ખાસ દિવસે છે. તેને અમલકી એકાદશી કહેવામાં આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માં લક્ષ્મીજીની પણ પૂજા કરવી જોઈએ. આ વર્ષે અમલકી એકાદશી 14મી માર્ચ 2022, સોમવારના રોજ છે.
મળે છે ખૂબ ધન-સંપત્તિ
અમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ-માતા લક્ષ્મી સિવાય આમળાના ઝાડની પૂજા કરવામાં આવે છે, તેથી તેને અમલકી એકાદશી કહેવામાં આવે છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીજી પ્રસન્ન થઈ સુખ-સમૃદ્ધિ આપે છે. ઘરમાં હંમેશા બરકત રહે છે. મહિલાઓ પણ આ દિવસે વ્રત રાખે છે. જો આ દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો માં લક્ષ્મીની કૃપાથી તમને અપાર ધન પ્રાપ્ત થાય છે.
– અમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને 21 તાજા પીળા ફૂલોની માળા અર્પણ કરો. પૂજા પછી તેમને દૂધ અથવા મીઠાઈઓ અર્પણ કરો. તેનાથી વિષ્ણુજી દરેક કાર્યમાં સફળતા અપાવે છે.
– અમલકી એકાદશીના દિવસે સવારે વિધિ-વિધાન સાથે માં લક્ષ્મીની પૂજા કરો અને તેમને એકાક્ષી નારિયેળ જરૂર અર્પિત કરો. ત્યારબાદ પૂજા કર્યા પછી આ નારિયેળને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો, થોડા સમયમાં આર્થિક સ્થિતિ સારી થવા લાગશે.
– અમલકી એકાદશીના દિવસે આમળાના ઝાડની પૂજા કરો, જળ ચઢાવો, દરેક વસ્તુમાં સફળતા માટે પ્રાર્થના કરો. શક્ય હોય તો તે દિવસે આમળાનું સેવન કરો, આમ કરવાથી ભાગ્ય વૃદ્ધિ થાય છે.
– પરિણીત મહિલાઓ માટે અમલકી એકાદશી ખૂબ જ ખાસ છે. જો કોઈ કારણસર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ રહ્યો હોય અથવા પતિને કોઈ કામમાં સફળતા ન મળી રહી હોય તો પત્નીએ આ દિવસે આમળાના ઝાડની પૂજા કરવી જોઈએ અને ઝાડ પર સાત વાર પ્રદક્ષિણા ફરવી જોઈએ. આમ કરવાથી તેમની મનોકામના પૂર્ણ થશે.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.