એક તરફ પીએમ નરેન્દ્રમોદીની બે દિવસીય ગુજરાત યાત્રા તો બીજી તરફ હવે ચુંટણી પંચે જિલ્લા કલેક્ટર્સને કર્મચારીઓના ડેટા તૈયાર કરવાની સુચના આપી દીધી છે, જેને રાજ્યમાં ઇલેક્શનની તૈયારીની ભાગ રુપે જોવાઇ રહ્યુ છે,,
તમામ વિગતો 31મી મે સુધી તમામ વિગતો આપવાની રહેશે, જેમાં વહીવટી કર્મચારીઓ સહિત પોલીસ હોમગાર્ડ, સરકારી અને ખાનગી વાહનો અને તેમના ડ્રાયવરોની યાદી મંગાવાઇ છે,
આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોગ્રેસ કરતા,, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજનિતિક જંગ જામશે તેવુ નિષ્ણાંતો સંભાવના વ્યક્ત કરી રહ્યા છે, પાચ રાજ્યો પૈકી ચાર રાજ્યોમાં જે રીતે ભાજપની જીત થઇ છે, તેને લઇને ભાજપના કાર્યકર્તાઓનો મોરલ હાઇ છે,
જેથી ભાજપા હવે ગુજરાતમાં પણ 150 સીટો જીતવાની કવાયત સાથે મૈદાનમાં ઉતરશે, અને પીએમ નરેન્દ્રમોદીનો જે રીતે બે દિવસનો પ્રવાસ રહ્યો તેનાથી ભાજપ કાર્યકર્તાઓ ઉત્સાહિત છે, તેવામાં હવે ચુંટણી પંચે રાજ્યમાના તમામ જિલ્લા કલેક્ટર્સને તમામ કર્મચારીઓના ડેટાબેઝ તૈયાર કરવાની સુચના આપી દીધી છે
રાજ્યના મુખ્ય ચુંટણી પંચે જે પત્ર લખ્યુ છે તે મુજબ રાજ્યમાં કેન્દ્ર સરકારના તમામ અધિકારી કર્મચારી વાહનો સાથે રાજ્ય સરકારના તમામ કર્મચારી, અધિકારી અને વાહનોની યાદી તૈયાર કરીને મોકલવાની સુચના આપી છે, તે સિવય પોલીસ હોમગાર્ડ એસટી વાહનોના ડ્રાયવર કંડક્ટ્સ સહિતની માહિતી આપવા કહેવાયુ છે,
સૌથી મહત્વની વાત એ છેકે ચુટણીમાં જે કર્મચારીઓની ફરજ ઉપર મુકવામાં આવે તે મતદાર હોવા જોઇએ, સાથે કહેવાયુ ચયછે કોઇ કર્મચારી મતદાર ન હોય તો તેનુ નામ યાદીમાં સમાવેશ ન કરવુ,.સાથે તમામ પાસે ફોટો વાળા ઓળખપત્ર હોવા જોઇએ,સાથે આ તમામ માહિતી 31 મે સુધી મેળવીને 31 જુલાઇ સુધી ડેટાએન્ટ્રી
પુર્ણ કરવાની રહેશે સાથે તે સમય દરમિયાન કોઇની ભરતી કે બદલી કરાઇ હોય તો તેની પણ અપડેટ યાદી તૈયાર કરવાની રહેશે
31 જૂલાઇ સુધી ડેટા બેઝ તૈયાર કરવાની સૂચના
ઇલેક્શન કમિશને જે રીતે પત્રમાં 31 જુલાઇ સુધી ડેટા તૈયાર કરવાની સૂચના આપી છે તેનાથી સાબિત થાય છે કે વહેલી ચુટણી નહી આવે,, કારણ કે ડેટાબેઝ તૈયાર કરવા પછી તમામ કર્મચારીઓને ટ્રેનિંગ આપવાની કામગીરી કરવાનુ હોય છે,જે તાલિમ અને આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવાનુ કામગીરી કરતા એક થી દોઢ મહિનાનો સમય લાગે,,
એટલે કે તે પછી બુથોની સંખ્યા, બુથો ઉપર તૈયારી,, વિગેરે કરવામાં એક મહિનાનો સમય લાગશે, ત્યાં સુધી સપ્ટેમ્બર આવી જાય,,અને તે દરમિયાન 30થી 45 દિવસ વચ્ચે નોટિફિકેશન આપવાનુ હોય છે, જેથી સાબિત થાય છે કે રાજ્યમા નિયત સમયે અને લગભગ ડીસેમ્બરમાં જ ઇલેક્શન આવી શકે છે,
ગુજરાતમાં આ વખતે 2 થી 3 ચરણમાં ઇલેક્શન આવી શકે છે
ગુજરાતમાં આ વખતે ભાજપે 150 સીટો જીતવાનો લક્ષ્ય રાખ્યો છે, પરિણામે તેને તૈયારી અને પ્રચાર માટે મહત્તમ પ્રયાસ કરવો પડશે, સુત્રોની માનીએતો જો બીજેપી બેથી ત્રણ ચરણમાં મતદાન કરે તો તેના નેતાઓ પાસે અને ખાસ કરીને પીએમ નરેન્દ્રમોદીને પ્રચાર કરવાનો વધુ સમય મળે, તબક્કાવાર પ્રચાર અભિયાનને વધુ અસરકારક બનાવી શકાય છે,
જે રીતે ઉત્તર પ્રદેશમાં સાત ચરણોમાં મતદાન કરીને બીજેપી પોણા ત્રણસો સીટ લઇ આવી હતી, તેવી જ રીતે 150 સીટો લાવવા માટે શક્ય છે કે 2થી 3 તબક્કામાં પણ મતદાનનુ આયોજન થઇ શકે છે
સીઆર પાટીલે કહ્યુ ભાજપે વહેલી ચૂટણીની નથી કરી માંગ
પીએમ નરેન્દ્રમોદીએ જે રીતે બે દિવસનો ગુજરાતનો ઝંઝાવત પ્રવાસ કર્યો તેનાથી અનેક પ્રકારની અટકળો શરુ થઇ હતી કે ગુજરાતમાં બીજેપી જલ્દી ઇલેક્શન આવે તેના માટે તૈયારી કરી રહી છે, પણ આ મુદ્દે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સુપર સીએમ સીઆર પાટીલે મીડીયાને જણાવ્યુ હતુ કે ચુટણી ક્યારે થશે તેને લઇને ઇલે્કશન કમિશન નિર્ણય કરે છે, સાથે
એ પણ સત્ય છે ઇલેક્શન ક્યારે પણ આવે બીજેપી એના માટે તૈયાર છે, પણ ભાજપે ઇલેક્શન કમિશન પાસે કે કેન્દ્રિય મોવડીમંડળ પાસે વહેલી ચૂટણી કરવાની માંગ નથી કરી,,