ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આજે રાજ્યપાલ આનંદી બેન પટેલને રાજીનામુ આપી દીધુ છે, હવે તમને થશે કે આવુ કેમ થયુ, જેના ચહેરા ઉપર બીજેપીએ ઉત્તર પ્રદેશમાં ઈતિહાસ સર્જ્યુ,
તે યોગીએ કેમ રાજીનામુ આપી દીધુ છે રવિવારે તેઓ પીએમ મોદી અને જે પી નડ્ડાને મળશે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભારતિય જનતા પાર્ટીની જીત છે, તેની જોરદાર ઉજવાણી પણ થઇ,, પણ અચાનક સીએમ યોગી આદિત્યનાથે ટ્ટીટ કર્યુ તેઓએ રાજ્યપાલ આનંદી બેન પટેલને રાજીનામુ આપી દીધુ છે,,
સુત્રોની માનીએ તો યોગી આદિત્યનાથ રવિવારે સવારે દિલ્હી જશે, જ્યાં તેઓ પીએમ નરેન્દ્રમોદી, અને સંગઠનના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડા સાથે મુલાકાત કરશે, સુત્રો માની રહ્યા છે કે તેમની પુન: સીએમ શપથ લેશે,તો તેમની સાથે તેમની કેબીનેટ પણ નક્કી કરી દેવાયા છે, લગભગ મોટા ભાગના પ્રધાનો નો રીપીટ કરાશે, નવા ધારાસભ્યોને વધુ તક મળશે,,જેમાં શલભમણી ત્રિપાઠી, સહિત અનેક આઇપીએસ જેઓ રિટાયર્મેન્ટ લઇને ભાજપ માંથી ઇલેક્શન લડ્યા છે અને જીત્યા છે, તેમને તક મળી શકે છે,
સીએમ યોગી આદિત્ય નાથે રાજીનામુ આપ્યા બાદ હવે નવી સરકાર નવી શપથ નહી લે ત્યાં સુધી તેઓ કેર ટેકર સીએમ તરીકે રહેશે, પણ સુત્રો માને છે કે હાલ હોલાસ્ટક ચાલે છે,જેથી હોળી પછી તેઓ શપથલેશે, સંવૈધાનિક નિમય પ્રમાણે તેઓએ રાજીનામુ આપ્યુ છે, હવે નવા મંત્રી મંડળના લીસ્ટ સાથે તેઓ રાજ્યપાલ પાસે શપથ વિધી માટે સમયની માંગણી કરશે, અને તે પ્રમાણે યોગી સરકારની બીજી ઇનિંગની શરુઆત થશે,
યોગી સરકાર સામે શુ હશે પડકારો
યોગી આદિત્યનાથ સામે હવે પડકારો એટલા માટે વધુ હશે કારણ કે બે કરોડ ટેબ્લેટ આપવાનો વાયદો હશે, સાથે ખેડુતોને મફત વિજળી આપવાનો વાયદો પુર્ણ કરવા પડશે, રખડતા ઢોરની સમસ્યા પણ દુર કરવુ પડશે, વિપક્ષ મજબુત થયુ હોવાથી હવે વિરોધ વધુ ઉગ્ર બનશે,મહિલાઓને સ્કુટીની સાથે અનેક યોજનાઓ પાલન કરવી પડશે,