અમદાવાદ
મૂંગા જીવો માટે રેકી હીલિંગ વર્કશોપનું આયોજન.
મૂંગા જીવો માટે રેકી હીલિંગ વર્કશોપનું આયોજન.
મનુષ્યમાં રેકી હીલિંગ લોકોએ સાંભળ્યું હશે,પરંતુ પ્રાણીઓમાં રેકી હીલિંગ કરીને બીમાર પ્રાણીને સાજા કરવાએ અદ્ભુત વાત છે.
RRSAINDIA કે જે રખડતા પ્રાણીઓની સારવાર અને સેવા કરતી સંસ્થા છે,તેઓ દ્વારા SPEC કૉલેજ બાકરોલ ખાતે એનિમલ રેકી હીલિંગ નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ૩૦ થી વધારે જીવદયાપ્રેમી લોકોએ ભાગ લીધેલ હતો.
અત્રે નમસ્તે ફાઉન્ડેશનના દીપા જોશી કે જેઓ સ્પિરિટ્યુઅલ હિલર તરીકે કાર્યરત છે,તેઓ દ્વારા જીવદયાપ્રેમી લોકોને તાલીમ આપવામાં આવેલ હતી.
આ પ્રસંગે RRSAINDIA નાં સંચાલક ડો.ભાવેશભાઈ,સંસ્થાના વેટરીનરી ડોક્ટર પાર્થ નંદા દ્વારા મૂંગા જીવની બીમારીને લગતા વિવિધ પાસાઓની છણાવટ કરવામાં આવેલ હતી. SPEC કૉલેજ નાં ટ્રસ્ટી શ્રી શીતલભાઈ દ્વારા સર્વે જીવદયાપ્રેમીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ હતું.