ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર દ્વારા અંબાજી પગપાળા જઈ રહેલા પદયાત્રીઓની સેવા માટે ચ-૩ સર્કલ પાસે પદયાત્રી સેવા કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. આ પદયાત્રી સેવા કેન્દ્રની આજરોજ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી. જગતજનની માં અંબાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. આ સેવા કેન્દ્રની નજીકમાં આવેલા લાયન્સ ક્લબના મેડિકલ કેમ્પની પણ મુખ્યંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિહ ગોલ, અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ, સહિત મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ મુખ્યંત્રીએ ચ-૦ સર્કલ પાસેના સેવા કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. અંબાજી પગપાળા જતા ભકતજનો સાથે વાત પણ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના ચ-૩ સર્કલ પાસેના પદયાત્રી સેવા કેન્દ્રની મુલાકાત લીધી
