ગાંધીનગર
મધ્યાનભોજનયોજનાના જનક માધવસિંહ સોલંકી , કર્મચારીઓને નથી મળતું લઘુતમ વેતન
કોંગ્રેસ ના શાસનકાળ દરમ્યાન બાળકો સ્કૂલમાં આવે અને કુપોષણ અટકે અને બાળમજૂરી એ આશયથી યોજના શરૂ કરાઇ..
આ યોજનામાં કેટલીક ભૂલો કદાચ હશે પણ બાળકો શાળાએ આવતા થયા એ હકીકત છે..
મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા કર્મચારી સંચાલકને માત્ર 46 રૂપિયા એક દિવસનું વેતન અપાય છે..
46 રૂપિયામાં કઈ રીતે આ લોકોના ઘરનો નિર્વાહ થાય એ રાજ્ય સરકાર બતાવે..
લઘુત્તમ વેતનના નિયમ અને કાયદાનો ભંગ કરીને આર્થિક શોષણ સરકાર કરી રહી છે..
રાજ્યોની તુલના કરીએ તો પોન્ડીચેરીમાં ૨૧ હજાર, કેરળમાં ૧૪ હજાર અને તામિલનાડુમાં ૯ હજાર ચુકવવામાં આવે છે..
ભાજપાનું ભ્રષ્ટ મોડેલ જેમાં મધ્યાહન ભોજન કર્મચારીઓનું શોષણ આ રીતે થાય છે..
આ સિવાય આંગણવાડી અને વી.સી.ઇ. સહિતના કર્મચારીઓનું વેતનની જગ્યાએ નજીવું વેતન મળે..
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ સાથે રહીને આંદોલન કર્યું હોવાનું કોંગ્રેસ ના મુખ્યપ્રવક્તા મનીષ દોશી એ માહિતી આપી હતી