ભારતીય ભોજન દહીં અથવા તેમાંથી બનતી કોઈ વાનગી (છાશ / લસ્સી) વિના પૂર્ણ થઈ શકતું નથી. તેનો પોતાનો અનોખો સ્વાદ છે. દહીં એટલે કે યોગર્ટ એ વિવિધ પ્રાણીઓના દૂધ જેવા કે ગાય, બકરી, ભેંસ વગેરેમાંથી બનાવવામાં આવતા ડેરી ઉત્પાદનોમાંનું એક છે. દહીં બનાવવા માટે તમામ દૂધ પૈકી મોટે ભાગે ગાય અને ભેંસનું દૂધ વપરાય છે.
ઉનાળામાં તાપમાનમાં પરિવર્તન, પાણીનું પ્રદૂષણ, હીટ સ્ટ્રોક, તાવ વગેરે આંતરડામાંથી હેલ્ધી બેક્ટેરિયાને નષ્ટ કરે છે. તેથી, ઉનાળાની ઋતુમાં દહીં / છાશ / લસ્સીની ખૂબ ભલામણ કરવામાં આવે છે, કારણ કે તેમાં એક એન્ઝાઇમ હોય છે જેમાં શરીરને ઠંડુ રાખતાં અને ગુડ હીલર તરીકે કામ કરતાં હેલ્ધી બેક્ટેરિયા હોય છે.
દહીં એક દૂધમાંથી બનાવવામાં આવતું ઉત્પાદન છે, જેનું નિર્માણ દૂધના જીવાણુજન્ય ફેરફાર દ્વારા થાય છે. દૂધમાં રહેલા લેક્ટોઝમાં આથો આવવાથી તેમાંથી લેક્ટિક અમ્લ બને છે, જે દૂધમાંના પ્રોટીન સાથે પ્રતિક્રિયા કરી એને દહીંમાં ફેરવી નાખે છે. આ સાથે જ તેના દેખાવ તેમ જ સ્વાદમાં પણ પરિવર્તન થાય છે. વિશેષ ખાટ્ટો સ્વાદ ધરાવતું દહીંનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે.
નિયમિત ખોરાકમાં દહી ખાવાથી થતા ફાયદાઓ :- દહીંમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે. દહીં ખાવાથી દાંત પણ મજબૂત બને છે. દહીં ઓસ્ટિયોપેરિસીસ (સાંધાનો દુઃખાવો) જેવી બીમારીઓ સામે લડવા માટે પણ મદદગાર છે.
દહીં પેટ માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં અજવાઈન મેળવી પીવાથી કબ્ઝ ની તકલિફ દૂર થાય છે.લૂ થી બચવા માટે દહીંનો પ્રયોગ કરવામાં આવે છે. લૂ લાગે ત્યારે દહીં પીવું જોઈએ, જેથી લૂ સામે રાહત મળે છે. દહીં પીવાથી પાચન શક્તિ વધે છે અને ભૂખ પણ સારી રીતે લાગે છે.શરદી અને ખાંસીના કારણે શ્વાસનળીમાં ઇન્ફેકશન થાય છે. આ ઇન્ફેક્શન થી બચવા માટે દહીંનો ઉપયોગ કરવો જોઈએ.
મોંઢામાં પડેલી ચાંદીઓ માટે દહીં ખુબ જ સારો ઘરેલુ ઉપચાર છે. મોઢામાં પડેલા ચાંદા થી મુક્તિ મેળવવા દહીંના કોગળા કરવા જોઈએ.દહીંના સેવનથી હાર્ટ (હદય) માં થતો કોરોનરી આર્ટરી રોગથી બચી શકાય છે. દહીંના નિયમિત સેવનથી શરીરમાં કૉલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરી શકાય છે.
ચેહરા પર દહીં લગાવવાથી ત્વચા મુલાયમ બને છે અને ત્વચામાં નિખાર આવે છે. દહીંથી ચહેરાની મસાજ કરીએ તો તે બ્લીચની જેમ કામ કરે છે. આનો ઉપયોગ વાળોમાં કન્ડિશનરની જેમ કામ કરે છે. ગરમીમાં જો ચામડી પર સનબર્ન થયું હોય તો દહીં લગાડવું જોઈએ તેંથી સનબર્ન એ ટેન માં આરામ મળે છે. ગરમી ના સમય દહીં અને તેનાથી બનેલ છાસ નનું રોજ સેવન ખુબ જ કરવું જોઈએ કેમકે તે આપણા પેટ ની ગરમી ને શાંત કરે છે
નિયમિત રીતે દહીં ખાવાથી રક્તનાં પ્રવાહમાં સુધારો થાય છે અને નબળાઈ દૂર થાય છે. દૂધ દહીંનું રૂપ લે છે, તેનાં શુગર એસિડમાં પરિવર્તિત થઈ જાય છે કે જે પાચનમાં મદદ કરે છે.
દૈનિક જીવનમાં દહીંના ઉપયોગથી આપને આંત્ર રોગો અને પેટ સાથે જોડાયેલીબીમારીઓથી બચવામાં મદદ મળે છે. જો આપને પેટમાં ગરમી અનુભવાતી હોય, તો આપે ભાત સાથે દહીં ખાવુ જોઇએ.દહીં હાડકાઓને મજબૂત કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં કૅલ્શિયનું ઉચ્ચ પ્રમાણ છે કે જે હાડકાઓનાં વિકાસમાં સહાયક છે.
Post navigation